Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

પૂનમબેન માડમના હસ્‍તે ખંભાળિયા સ્‍ટેશન પર ૪.૩૪ કરોડ રૂા.ના ખર્ચે મુસાફરોની સુવિધાની વિવિધ કામો અને સબવેનું ઉદ્‌્‌ઘાટન

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૭ : સંસદ સભ્‍ય પૂનમબેન માડમ દ્વારા ખંભાળિયા રેલ્‍વે સ્‍ટેશન ખાતે ૪.૩૪ કરોડ રૂ ની કિંમતની વિભિન્ન યાત્રી સુવિધાઓના કાર્યો તથા માર્યાદિત ઊંચાઈવાળા સબવેનું ઉદ્ધાટન કરવામાં આવ્‍યું હતું.

રાજકોટ મંડળ રેલ પ્રબંધક  અનિલકુમાર જૈને  સાંસદ પૂનમબેન માડમનું સ્‍વાગત કર્યું હતું.  પૂનમબેન માડમ દ્વારા ખંભાળિયા સ્‍ટેશન પર પ્‍લેટફોર્મ નં ૨ પર નવનિર્મિત પેસેન્‍જર લિફ્‌ટ, પ્‍લેટફોર્મ નં ૧ પર નવનિર્મિત કવર શેડ, પ્‍લેટફોર્મ નંબર ૧ અને ૨ પર નવનિર્મિત ૬ પાણીના ફુવારા અને નવનિર્મિત મર્યાદિત ઉંચાઈવાળા સબવે નં ૨૩૪. નું લોકાર્પણ કરવામાં આવ્‍યું ઉપરોક્‍ત તમામ પેસેન્‍જર સુવિધાઓ અને સબવેના બાંધકામની કુલ કિંમત લગભગ રૂ. ૪.૩૪ કરોડ છે જેમાં પેસેન્‍જર લિફ્‌ટની કિંમત રૂ.૫૯.૩૩ લાખ, કવર શેડની કિંમત રૂ.૨૩.૨૦ લાખ, ૬ વોટર ફાઉન્‍ટેનની કિંમત રૂ.૪૮,૦૦૦/- અને નવનિર્મિત મર્યાદિત ઉંચાઈવાળા સબવે નંબર ૨૩૪ની કિંમત રૂ.૩.૫૧ કરોડ સામેલ છે.

આ પ્રસંગે  સાંસદ પૂનમબેને જણાવ્‍યું હતું કે લિફ્‌ટની સુવિધા તમામ રેલવે મુસાફરો ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને દિવ્‍યાંગો માટે ખૂબ જ ઉપયોગી થશે. તેમજ ખંભાળિયા રેલ્‍વે સ્‍ટેશન પર કવર શેડ અને પાણીના ફુવારા ની સુવિધા મુસાફરો માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે. તેમણે જણાવ્‍યું હતું કે, ખંભાળિયા યાર્ડ ખાતે નવનિર્મિત લિમિટેડ હાઇટ સબવે નં.૨૩૪ના નિર્માણથી સામાન્‍ય જનતાને વારંવાર ફાટક બંધ થવાના કારણે માર્ગ બંધ થવાની સમસ્‍યામાંથી મુક્‍તિ મળશે. ખંભાળિયા શહેરની વિભિન્ન સામાજિક તથા  સેવાકીય સંસ્‍થાઓ અને એસોસિએશન દ્વારા સાંસદનું  સ્‍મળતિ ચિન્‍હ આપીને સન્‍માન કરવામાં આવ્‍યું.  સિનિયર મંડળ વાણિજ્‍ય પ્રબંધક, અભિનવ જેફે,  આભાર વિધી કરી હતી.  સંચાલન વરિષ્ઠ જનસંપર્ક નિરીક્ષક શ્રી વિવેક તિવારી દ્વારા કરવામાં આવ્‍યું  હતું

આ સમારોહમાં ખંભાળિયાના અનેક પ્રતિષ્ઠિત મહેમાનો સહિત રાજકોટ મંડળના સિનિયર મંડળ ઇલેક્‍ટ્રિકલ એન્‍જિનિયર અર્જુન શ્રોફ, સિનિયરમંડળ  સિગ્નલ અને ટેલિકમ્‍યુનિકેશન એન્‍જિનિયર શ્રી એચ.એસ. આર્ય, સિનિયરમંડળ એન્‍જિનિયર (પヘમિ) નરેન્‍દ્રસિંહ સહિત ખંભાળિયાના અનેક પ્રતિષ્ઠિત મહેમાનો, રેલવેના વિવિધ મંડળોના  વરિષ્ઠ અધિકારીઓ, સામાન્‍ય જનતા ઉપસ્‍થિત રહી હતી.

(1:10 pm IST)