Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

સર્વત્ર ગરમી યથાવત : જુનાગઢ - અમરેલીમાં આકરો તાપ

મહતમ તાપમાનનો પારો ઉંચે જતા લોકો પરેશાન : ગુજરાતના ૧૦ શહેરોમાં પારો ૪૦ ડિગ્રીને પાર

રાજકોટ તા. ૧૪ : રાજકોટ શહેર સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ઉકળાટ સાથે લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે અને મહતમ તાપમાનનો પારો ૧૦ શહેરોમાં ૪૦ ડિગ્રીને પાર થઇ ગયો છે.
જુનાગઢ, અમરેલી, રાજકોટ સહિતના વિસ્તારોમાં મહતમ તાપમાન ઉંચુ જતાં લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે અને બપોરના સમયે રસ્તાઓ સુમસામ થઇ જાય છે.
રાજ્યમાં ગરમીનો પ્રકોપ આજે પણ યથાવત રહ્યો છે. અમદાવાદમાં ગરમીમાં થોડો ઘટાડો થતાં આંશિક રાહત મળી હતી. હવામાન ખાતાની આગાહી પ્રમાણે અમદાવાદમાં આવતીકાલે ફરી ગરમીનો પારો ૪૫ ડિગ્રીને સ્પર્શી જાય તેવી શકયતા છે. જેના કારણે રેડ એલર્ટ જાહેર કરાયું છે.
જ્યારે તે સિવાય ૮ શહેરોમાં હીટવેવ રહેશે. રાજ્યમાં સૌથી વધુ ગરમી જૂનાગઢ અને અમરેલીમાં ૪૪ ડિગ્રી નોંધાઇ હતી.
સમગ્ર રાજ્યમાં વાતાવરણ સુક્કું રહેશે. ગરમીમાં સામાન્ય ઘટાડાના કારણે લોકોને ખાસ કંઇ મોટો ઘટાડો થયો હોય તેવું અનુભવાતુ નથી. ૪૫ અને ૪૬ ડિગ્રી જેટલી જ ગરમી કે તેના જેવા વાતાવરણનો લોકોએ ૪૩ ડિગ્રી ગરમીમાં પણ અનુભવ કર્યો હતો.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગરમાં ગરમીનો પ્રકોપ યથાવત્ રહેવા પામ્યો છેઙ્ગ શુક્રવારેઙ્ગ ઙ્ગભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ૪૦.૨ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૬.૮ ડિગ્રી નોંધાયું હતું. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૯ ટકા અને પવનની ઝડપ ૩૦ કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી. બપોરે ગરમ લુ ફેકાઈ હતી. પવનની ઝડપને કારણે મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી ઉપર ગયું નથી.

 

(11:31 am IST)