Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

પોરબંદર પાસે માધવપુર મોજે દેવડા અને બળેજ ખનીજ ખાણોમાં ચેકિંગઃ પ ચકરડી ૪ ટ્રક તથા હિટાચી મશીન જપ્‍ત

 

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૪ : નજીકના માધવપુર મોજે દેવડા અને બળેજની ખનીજ ખાણોમાં ખાણોમાં ખાણખનિજ વિભાગ દ્વારા ગેરકાયદે ખાણોમાં ચેકીંગની કામગીરી દરમ્‍યાન પ ચકરડી મશીન ૧ હિટાચી મશીન તથા ૪ ટ્રકને ખનીજના બિન અધિકૃત વહન/ખનન સબબ અટકાયત કરીસીઝ કરેલ છે.

જિલ્લા ખાણી ખનીજ વિભાગ દ્વારા મોજે માધવપુર સમય સવારના ૭ વાગ્‍યાની આસપાસ આકસ્‍મિક તપાસ દરમ્‍યાન એક બિનઅધિકૃત ખોદકામ વાળા વિસ્‍તારમાં બે ચકરડી મશીન દ્વારા બી.લા.સ્‍ટોન ખનિજનુ બિન અધિકૃત ખનન થતું જોવા મળેલ જે અન્‍વયે ર ચકરડી મશીનને સીઝ કરી લીઝધારક હરેશભાઇ નાથાભાઇ સોલંકીના પ્રતિધિ જયેશભાઇ ગોવિંદભાઇ વાજાની કસ્‍ટડીમાં મુદ્દામાલ સોંપેલ છે તેમજ ખાડાની માપણી કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

મોજે ગોરસર-માધવપુર હાઇવે પર રોડ ચેકીંગ દરમ્‍યાન ૬.પ૦૦ મે.ટન ઓવરલોડ સાદી રેતી ખનીજના વહન અન્‍વયે સદર ટ્રકને સીઝ કરી માધવપુર પોલસ સ્‍ટેશનની કસ્‍ટડીમાં રાખેલ છ.ે તેમજ મોજે દેવડા ગામે આકસ્‍મિક તપાસ દરમ્‍યાન હિટાચી મશીન તથા એક ટ્રક દ્વારા કાંપ-મુરમનુંબિનઅધિકૃત ખનન સબબ મશીન/વાહનને સીઝ કરી કાના બીજલ પોરિયાની કસ્‍ટડીમાં રાખેલ છે.

મોજે બળેજ ગામે આકસ્‍મિક તપાસ દરમ્‍યાન એક બિન અધિકૃત ખોદકામ વાળા વિસ્‍તારમાં ર ટ્રક દ્વારા બિલ્‍ડિંગ લાઇમસ્‍ટોન ખનીજ ટ્રકમાં ભરતા જોવા મળેલ જેને સીઝ કરી નવી બંદર પોલીસ સ્‍ટેશનની કસ્‍ટડીમાં રાખવામાં આવેલ તેમજ ખોદકામ વાળા વિસ્‍તારની માપણી કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ  તેમજ મોજે બળેજ ગામે આકસ્‍મિક તપાસ દરમ્‍યાન એક ખોદકામ વાળા વિસ્‍તારમાં ૩ ચકરડી મશીનથી બિલ્‍ડીંગ લાઇમસ્‍ટોન ખનિજનું બિન ખોદકામ જોવા મળેલ સદર ત્રણ ચકરડી મશીનને સીઝ કરી નવી બંદર પોલીસ સ્‍ટેશનની કસ્‍ટડીમાં મુદામાલ સોંપેલ તથા ખોદકામ વાળા વિસ્‍તારની માપણી કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

(1:31 pm IST)