Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

બરડા ડુંગરમાં વસવાટ કરતા ૩૪ થી વધુ દીપડાઓને વન વિભાગે માઇક્રોઅપ્‍સ લગાવી

રહેણાંક વિસ્‍તાર અને ખેતરોમાં એક દીપડો કેટલી વખત આવી ગયો તેનો અભ્‍યાસ

 

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૪ બરડા ડુંગરમાં વરસાટ કરતા ૩૪ થી વધુ દીપડાઓના પુંછડામાં વન વિભાગે માઇક્રોચીપ્‍સ લગાવી છે બરડા પંથકના દીપડા વારંવાર દરિયાકાંઠા નજીક ખેતરો અન ેરહેણાંક મકાનમાં આવી જાય છે. ત્‍યારે અક દીપડો રહેણાંક વિસ્‍તાર ખેતરોમાં કેટલી વખત આવી ગયો તેની ઉપર વન વિભાગ માઇક્રોચીપ્‍સ વડે જાણકારી મેળવીને અભ્‍યાસ કરી રહેલ છે.

વન વિભાગના રેકર્ડ મુજબ બરડાના દીપડા અવાર નવાર બરડા નજીક ખેતરો અને રહેણાંક વિસતારમાં ઘુસી જઇને પશુઓના મારણ કરી જાય છે. માઇક્રોચીપ્‍સ દ્વારા જે દીપડો વારંવાર મારણ કરતાજ જાણકારી મળે તેવા  દીપડાને સજાના ભાગરૂપે ચકકર બાગમાં મોકલી દેવામાં આવે છે. (૬.૧૭)

(1:33 pm IST)