Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

પાક મરીન દ્વારા ફાયરીંગ કરીને ઓખાની ફિશીંગ બોટનું ૮ ખલાસીઓ સાથે અપહરણ

જખૌ કચ્‍છની ભારતીય જળસીમાની અંદર પાકિસ્‍તાન મરીન સિક્‍યુરીટીઝ ઘુસી જઇને આતંક મચાવ્‍યો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૪ : કચ્‍છની જખૌ જળસીમાની અંદર પાકિસ્‍તાન મરીન સીક્‍યુરીટીઝ ઘુસી જઇને ત્‍યાં માછીમારી કરતી ઓખાની ‘‘અલ કીરમાણી'' નામની ફિશીંગ બોટ ઉપર અંધાધૂંધ ફાયરીંગ કરીને બોટનું ૮ ખલાસીઓ સાથે અપહરણ કરી ગયેલ છે. ફિશીંગ બોટ ઉપર ફાયરીંગમાં કેટલા ખલાસીઓને ઇજા થઇ તે અંગે તપાસ થઇ રહી છે.
કચ્‍છની જખૌ જળ સીમાએ ઓખાની ‘અલ કીરમાણી' નામની ફિશીંગ બોટ માછીમારી કરી રહી હતી તે દરમિયાન પાકિસ્‍તાન મરીન સીક્‍યુરીટીઝ ભારતીય જળસીમાની અંદર ઘુસી જઇને અંધાધૂંધ ફાયરીંગ કરીને અલ કીરમાણી બોટનું ૮ ખલાસીઓ સાથે અપહરણ કરી જતાં તે સમયે ફિશીંગ કરતા અન્‍ય બોટોનાં માછીમારોમાં ભય ફેલાય ગયેલ અને પાકિસ્‍તાન મરીન સીક્‍યુરીટીઝનો પીછો છોડાવી ભાગવામાં અન્‍ય બોટો સફળ થઇ હતી

 

(1:58 pm IST)