Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

વિસાવદરમાં જર્જરિત જુનુ પોલીસ સ્‍ટેશન-સબ જેલવાળી જગ્‍યા દુર્ઘઘટના સર્જાય તે પહેલા ખુલ્લી કરો : ટીમ ગબ્‍બર

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૧૪ : મોટી જાનહાની થાય તે પહેલાં વિસાવદરમાં આવેલ જુનુ પોલીસ  સ્‍ટેશન તથા સબ જેલ વાળી જગ્‍યા ખુલ્લી કરવા સતત સામુહિક પ્રજાકિય પ્રશ્ને ઉઠાવતી જાગળત આક્રમક સંસ્‍થા ૅટિમ ગબ્‍બરૅએ માંગણી કરી છે.
ટીમ ગબ્‍બરના જણાવ્‍યા અનુસાર જુનાગઢ કલેકટરે ૨૦૧૩માં કરેલ હુકમ બાદ ડિસ્‍ટ્રીકટ જજે પણ પત્ર લખ્‍યાના નવ વર્ષ બાદ પણ આર. એન્‍ડ.બી ડિપાર્ટમેન્‍ટ દ્વારા કાર્યવાહી કરાતી નથી..!
વિસાવદર ટીમ ગબ્‍બર ગુજરાતના સ્‍થાપક એડવોકેટ કાંતિ.એચ. ગજેરા-એડવોકેટ તથા વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશીએ  મુખ્‍યમંત્રી, સચિવ,આર.એન્‍ડ બી. વિભાગ ગાંધીનગર કલેકટર,જુનાગઢ.મામલતદાર વિસાવદર વિગેરેને લેખીત રજુઆત કરી જણાવેલ છે કે, વિસાવદર કોર્ટ કમ્‍પાઉન્‍ડ તથા મામલતદાર કચેરી, તાલુકા પંચાયતની કચેરી,ટ્રેઝરી ઓફીસ અને અન્‍ય તાલુકાની કચેરીઓ જે ગ્રાઉન્‍ડમાં આવેલ છે તે ગ્રાઉન્‍ડમાં રોજબરોજ હજારો માણસોની અવરજવર રહે છે.સમગ્ર તાલુકાની પ્રજા આ કચેરીઓમાં કામ સબબ આવે છે ત્‍યારે આ કચેરીમાં વર્ષો જુનું અને ખખડધજ હાલતનું જૂનું પોલીસ સ્‍ટેશન પડવાના વાંકે ઉભું છે તેમજ ટ્રેઝરી રૂમને બાદ કરતાં વર્ષોજુની અને જર્જરિત હાલતની સબ જેલ છે.જે આર.એન્‍ડ બી કચેરીના લેખિત અભિપ્રાય મુજબ તેમાં બેસી શકાય તેમ નથી કે તેનો ઉપયોગ કરી શકાય તેમ નથી તેવો લેખિત અભિપ્રાય આપતા વર્ષો પહેલા વિસાવદરની આ સબ જેલ તે અભિપ્રાયના આધારે બંધ કરી દેવામાં આવેલ છે અને આ જગ્‍યાએ નવી જેલ બનાવવામાં આવે અથવા આ જેલની જર્જરિત જગ્‍યાનું બાંધકામ દૂર કરવામાં આવે તે જરૂરી છે.સબ જેલ બંધ થયા બાદ વિસાવદર ઘણા ચોમાસા તથા વાવાઝોડા ના કારણે આ બાંધકામ ખળભળી ગયેલ છે અત્‍યંત જર્જરિત છે ગમે ત્‍યારે મોટી જાનહાની થવાની શકયતાઓ રહેલી છે તેથી આ જર્જરિત બાંધકામ ટ્રેઝરીનો રૂમ અનામત રાખી દૂર કરવામાં આવે તે જરૂરી છે.આ બિલ્‍ડીંગ આર એન્‍ડ બી તથા પોલીસ આવાસ હસ્‍તકનું હોય પરંતુ નવું પોલીસ સ્‍ટેશન બની જતા હાલ આ જગ્‍યા પણ બિનવપરાશી હોવાની તા.૨૮ /૭ / ૨૦૨૧ ના રોજ તથા તા.૦૯ /૦૧/ ૨૦૨૨ રોજ પણ રજુઆત કરેલ હતી, પરંતુ કોઈ ઉકેલ આવેલ નથી.વિસાવદરમા કલેકટર જુનાગઢના હુકમથી વિસાવદર કોર્ટને ર્પાકિંગ માટે જૂનું પોલીસ સ્‍ટેશન તથા મામલતદાર કચેરીના જર્જરિત જુના ક્‍વાર્ટર પાડીને આપવા હુકમ કરેલ છે અને આ હુકમ તા.૧૫/૦૭/૨૦૧૩ ના રોજ કલેક્‍ટરે કરેલ છે અને વિસાવદર કોર્ટને ર્પાકિંગ માટે જગ્‍યા ફાળવેલ અને તેના હુકમ મુજબ પ્રાંત અધિકારી સાથે સંકલનમાં રહીને જુના પોલીસ સ્‍ટેશન વાળી જગ્‍યા તથા મામલતદાર કચેરીના જુના સ્‍ટાફ વાળી જગ્‍યા આપવા હુકમ કર્યાના ૯ (નવ)વર્ષ બાદ પણ આજદિન સુધી કોઈ કાર્યવાહી નહિ કરાતા અને કોર્ટ કમ્‍પાઉન્‍ડમાં આવેલ જર્જરિત પોલીસ સ્‍ટેશનનું બાંધકામ હટાવવા અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ કાર્યવાહી નહિ કરાતા કે જગ્‍યા ખુલ્લી કરી કોર્ટને કબજો આજદિન સુધી સોપવામાં આવેલ ન હોય અને પાર્કિગ પણ બનાવી આપવામાં આવેલ ન હોય સરકારી અધિકારી અને જીલ્લા મેજીસ્‍ટ્રેટ સાહેબના હુકમની અમલવારી નહિ કરવા બદલ કાર્યવાહી થઈ શકે તેમ હોવા છતાં આર.એન્‍ડ બી ના અધિકારીઓને કોઈ હુકમ ન હોય કે તેઓએ કોઈ હુકમનું પાલન કરવાનું રહેતું ન હોય તે રીતે અમલવારી નહિ કરતા જવાબદારોને કાયદાનું પાલન કરવા કલેકટર,પ્રાંત અધિકારી,તથા આર.એન્‍ડ બી ના અધિકારીઓને તાત્‍કાલિક સૂચના આપવા તથા વિસાવદર કોર્ટને કલેકટરશ્રર જુનાગઢના હુકમ મુજબની જ્‍ગ્‍યાની ફાળવણી કરી ર્પાકિંગ માટેના શેડ ઉભા કરવા ટિમ ગબ્‍બરે માંગણી કરી છે.

 

(2:01 pm IST)