Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

વરસાદની રાહ વચ્‍ચે સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધુપ-છાંવ સાથે બફારો

ન્‍યુ કંડલા ૩૯.૬, સુરેન્‍દ્રનગર ૩૯.૩, રાજકોટમાં ૩૮.૩ ડીગ્રી મહતમ તાપમાનઃ લોકો પરસેવે રેબઝેબ

રાજકોટ, તા., ૧૪: રાજકોટ સહીત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વરસાદની રાહ વચ્‍ચે સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધુપ-છાંવ સાથે બફારો યથાવત છે.

ગઇકાલે અમદાવાદમાં ૩૯ ડીગ્રી, ડીસા ૩૯.૧ ડીગ્રી, વડોદરા ૩૮.ર ડીગ્રી, સુરત ૩૪ ડીગ્રી, રાજકોટ ૩૮.૩ ડીગ્રી, કેશોદ ૩૬.૭ ડીગ્રી, ભાવનગર ૩૭.૬ ડીગ્રી, પોરબંદર ૩પ.ર, વેરાવળ ૩૪.૭, દ્વારકા ૩૩ ડીગ્રી, ઓખા ૩૪.પ ડીગ્રી, ભુજ ૩૭.૪ ડીગ્રી, નલીયા ૩પ.૬ ડીગ્રી, સુરેન્‍દ્રનગર ૩૯.૩ ડીગ્રી, ન્‍યુ કંડલા ૩૯.૬ ડીગ્રી, કંડલા એરપોર્ટ ૩૭.૮ ડીગ્રી, ગાંધીનગર ૩૯ ડીગ્રી, મહુવા ૩૩.૮ ડીગ્રી, દિવ ૩૪.ર ડીગ્રી, વલસાડ ૩૩ ડીગ્રી અને વલ્લભ વિદ્યાનગરમાં ૩૮.૯ ડીગ્રી  મહતમ તાપમાન નોંધાયું છે.

હવામાન ખાતાએ આગામી ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્‍ટ્ર વરસાદની આગાહી કરી છે. જયારે બાકીના વિસ્‍તારમાં અને કચ્‍છમાં વાતાવરણ સુક્કુ રહેશે. પમિ દિશાનો પવન નીચલા સ્‍તર પર ફુંકાશે.

અમદાવાદમાં ગરમીનો પારો ૩૯ ડીગ્રીને આંબી ગયો હતો.તીવ્ર ગરમીના કારણે તેમજ ઉકળાટના કારણે લોકો હેરાન થયા હતા. કોરોનાના કેસ હળવા થયા છે. તેમજ સરકારે કરફયુનો સમય વધાર્યો હોય ગરમી  અને બફારાથી છુટકારો મેળવવા લોકો મોટી સંખ્‍યામાં હરવા ફરવા નીકળી પડયા હતા. ઘણા સમય બાદ ઠંડા પીણા અને આઇસ્‍ક્રીમના વેપારીઓને ત્‍યાં પણ થોડી થોડી ભીડ જોવા મળી રહી છે.

(11:09 am IST)