Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે ૩૦ દીવસીય શ્રીમદ ભાગવત કથાનો વિરામ

  બોટાદ જિલ્લાના જગ પ્રશિદ્ધ સાળંગપુરધામમાં આવેલ સૌનું આસ્થાનું પ્રતિક એવા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળગપુર આયોજિત શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાની અસીમ કૃપાથી તેમજ કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીજીના માર્ગદર્શન હેઠળ સાળગપુરધામની પાવન ભૂમિમાં કોરોના ની મહામારીમાં દેવલોક પામેલા ભકતજનોના મોક્ષાર્થે ''શ્રી મદ્દ ભાગવત કથા'' સુંદર આયોજન કરવામાં આવેલ હતું જે કથામાં વ્યાસપીઠ ઉપર પરમ પૂજ્ય શાસ્ત્રીજીશ્રી હરિપ્રકાશદાસજી સ્વામીજીએ પોતાની મધુર વાણીમાં અનેરા સંગીતની સૂરો સાથે શ્રી ભાગવત કથાના દરેક પ્રંસગોનું ખુબ જ઼ વિસ્તાર સાથે વર્ણન કરી ભાગવત કથાનું સતત ત્રીસ દિવસ સુધી ઓનલાઇનના માધ્યમથી હજારો ભકતજનોને ઘર બેઠા રસપાન કરાવેલ હતું ,,, જૅ ભાગવત કથાની પુર્ણાહુતી  શનિવારના રોજ ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે થયેલ હતી ,, કથામાં આવતા દરેક પ્રસગો ઉત્સાહ પૂર્વક ભકિતમયના દિવ્ય માહોલમાં દાદાના દરબારમાં ઉજવાયેલ હતા, કથાની પુર્ણાહુતી પ્રંસગે પૂજ્ય શાસ્ત્રીજી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીજીએ કહેલ કે આ ભાગવત કથા નો હેતુ માત્ર દેવલોક પામેલા ભકતોને મોક્ષ મળે એજ હતો અને શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના ચરણોમાં પ્રાર્થના કરૂ છે હૈ દાદા આ સર્વે દેવલોક પામેલા ભકતોને યોગ્ય સ્થાન આપજો તમારા શરણોમાં લેજો ,, આ ભાગવત કથામાં સહુ કોઈ હરી ભકતોએ લાભ લીધેલ એમને મારી વિનતી છે બાપ ,, આ કળિયુગ પર્વમાં હરી સ્મરણ એ શ્રેષ્ડ છે પરમાત્માનું હરી સ્મરણ જેટલું થાય એટલું કરજો , અને તમારે ત્યાં ''દીકરી''નો જન્મ થાય તો વિશેષ ઉત્સવ મનાવજો , દીકરી તો વ્હાલ નો દરિયો છે, દીકરા , દીકરી માં ભેદભાવ નહીં રાખતા આપણે જે આ મનુષ્ય અવતાર ભગવાને આપ્યો છે તો કંઈક જીવનમા કરી જાણીયે,,, આપણે ઈશ્વરે સુખ , સંપત્તિ આપી છે તો કોઈ ને ખબર નો પડે એમ ગરીબ પરિવારને મદદ કરીએ ,  દીકરીને ખુબ ભણાવજો જેથી લગ્ન પછી સારૂ હોય કે નો હોય તે તેના પગ ભર થઈ શકે , આ ભાગવત કથામાં જૅ અહીંથી હું બોલ્યો એ મારા અથાળાવારા પૂજ્યશ્રી ગુરૂદેવશ્રી ની કૃપા છે, આ દિવ્ય સાળગપુરધામની ભૂમિમાં દાદાના દરબારમાં આપણે સૌએ ત્રીસ દિવસ સુધી કથા શ્રવણનો હજારો ભાવિકોએ લાભ લીધો સહુને દાદા સુખી રાખે એવી મારી અંતરની પ્રાર્થના, શાસ્ત્રીજીએ શ્રી ભાગવત કથાની સાથોસાથ સુંદર મજાના પ્રાચીન કીર્તન , ભજનો ની રંગત જમાવટ કરેલ હતી ,, શ્રી ભાગવત કથાની પુર્ણાહુતી પ્રંસગે સાળગપુધામ મંદિરના કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીજીએ શાસ્ત્રીજી પૂજ્ય સ્વામીશ્રી હરિપ્રકાશદાસજી સ્વામીજી નું પુષ્પહારથી સન્માન કરેલ હતું તેમજ મંદિરના સ્વામીશ્રી ડી , કે , સ્વામીજીએ પૂજ્ય શાસ્ત્રીજીશ્રી હરિપ્રકાશદાસજી સ્વામીજીનું સન્માન કરેલ હતું, આ કથામાં ત્રીસ દિવસ સુધી કથાનું સંચાલન પૂજ્ય સ્વામીશ્રી જગત સ્વામીજીએ સુંદર સંચાલન કરેલ હતું જેમને કથાની પુર્ણાહુતી પ્રંસગે પૂજ્ય શાસ્ત્રીજી નો તેમજ સહુ સંતો , કોઠારી સ્વામીજીનો તેમજ હરી ભકતોનો આભાર માનેલ હતો ,, આ કથા દરમ્યાન જુદા જુદા પ્રંસગોમાં અનેક જગ્યાએથી સંતો પધારેલા હતા તેમજ દેસ , વિદેશથી પણ યજમાન પરિવાર , ભકત સમુદાયે ભાગવત ભગવાન પોથીજી નું વિશેષ પૂજન દરરોજ કરવામાં આવતું હતું તેમજ આ કથામાં ત્રણ વિદ્વાન ભૂદેવોએ ભાગવત કથાનું સંપૂર્ણ વાચન કરેલ હતું દાદા ના દરબારમાં શનિવારે કથાની ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે કરૂણમય વાતાવરણમાં પુર્ણાહુતી થયેલ હતી તેમજ રવિવારે તારીખ : ૧૩ / ૬ / ૨૧ ના રોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા ને 'આમ મનોરથ'નો વિશેષ ભોગ લગાડેલ હતો , મંદિરના દર્શન ખુલતા સાથે દૂર દૂરથી દાદાના ભકતજનો શનિવારે મંગળા આરતીમાં પહોંચી ગયા હતા અને ભાવિક ભકતજનોએ દાદાના દર્શનનો મહાઆરતીનો લાભ લઈ મહાપ્રસાદ લીધેલ હતો, જૅ યાદી કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીજી તેમજ ડી , કે , સ્વામીજીની યાદીમાં જણાવાયું છે.

(11:37 am IST)