Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

ભાવનગરમાં મ્યુકર માઇકોસીસના વધુ ૪, કોરોનાનો માત્ર ૧ કેસ

ભાવનગર તા.૧૪ : જિલ્લામાં મ્યુકર માઇકોસીસનાંવધુુ ૩ સસ્પેકટીવ અને ૧ કન્ફર્મ કેસ નોંધાતા કુલ જિલ્લામાં કુલ ૧૧૨ કેસ સારવાર હેઠળ નોંધાયા છે.

જિલ્લામાં કુલ ૧૧૨ કેસ નોંધાયેલા પૈકી ૧૦૪ કન્ફર્મ કેસ, ૬ સસ્પેકટેડ કેસ અને ૨ નેગેટિવ કેસ નોંધાયેલ છે. જયારે આજદિન સુધીમાં ૧૭ દર્દીઓના સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

૬૮ દર્દીઓ કોરોનામુકત

જિલ્લામાં વધુ ૧ કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૨૧,૩૭૬ થવા પામી છે. જેમાં તાલુકાઓમાં ૧ પુરૂષ મળી કુલ ૧ લોકોના રીપોર્ટ પોઝીટીવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

મહાનગરપાલિકા વિસ્તારમાં ૬૪ અને તાલુકાઓમાં ૧૪ કેસ મળી કુલ ૬૮ કોરોના પોઝીટીવ દર્દીઓ કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે. આમ જિલ્લામાં નોંધાયેલા ૨૧,૩૭૬ કેસ પૈકી હાલ ૧૪૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં ૨૯૩ દર્દીઓનું અવસાન થયેલ છે.

(11:44 am IST)