Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

હળવદમાં સ્વૈચ્છીક રકતદાન કેમ્પમાં ૨૦૨ બોટલ એકત્ર

(હરીશ રબારી દ્વારા) હળવદ,તા. ૧૪: શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે પાટિયા ગ્રુપ દ્વારા અને વિશ્વ હિન્દુ પરિષદ/ શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ અને વિવિધ સામાજિક સંસ્થાઓના સહકારથી સ્વૈચ્છિક રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું લીધા પછી ૧૫ દિવસ સુધી બ્લડ ડોનેટનો કરી શકે ત્યારે બ્લડ બેંક માં બ્લડ ની અ છત નો સર્જાઈ તેવા શુભ આશયથી આ સ્વૈચ્છીક રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હળવદ સહિત આસપાસના વિસ્તારના રકતદાતાઓએ સ્વૈચ્છીક રકતદાન થકી માનવતાની મહેક પ્રસરાવી હતી આ રકતદાન કેમ્પમાં ૨૫ મહિલાઓ એ રકતદાન કર્યું તથા ૧૧ લોકો એ પ્રથમ વખત રકતદાન કર્યું હતું અને અલ્પેશ મારૂડાં એ સતત પાંચમી વખત સહજોડે રકતદાન કર્યું હતું અને ૧૫ લોકો જે હળવદ તાલુકા બહારથી રકતદાન કરવા માટે આવ્યા હતા એમ કુલ મળી ટોટલ ૨૦૨ બ્લડની બોટલ એકત્ર કરવામાં આવી હતી જેમાંથી ૧૨૦ બ્લડની બોટલ સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક અને ૮૨ બોટલ ફિલ્ડમાર્શલ બ્લડ બેંક ખાતે લોહીની જરૂર છે તેવા દર્દી નારાયણના ઉપયોગમાં લેવામાં આવશે. આ કેમ્પ માં રકતદાન કરનાર તમામ રકતદાતાઓનું આકર્ષક ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું હળવદ શહેરમાં છેલ્લા દોઢ વર્ષ માં આ છઠ્ઠી વખત સ્વૈચ્છીક રકતદાન કેમ્પનું સફળ આયોજન વિવિધ સામાજિક રાજકીય સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું હતું છોટાકાશી હળવદ એ રકતદાન કરવામાં પણ ગુજરાત ભર માં ડંકો વગાડ્યો છેઆ કાર્યક્રમ ને સફળ બનાવવા પાટિયા ગ્રુપ અને વિશ્વ હિન્દૂ પરિષદ / શ્રી શરણેશ્વર મહાદેવ મંદિરના સર્વે સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

(11:45 am IST)