Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

કેશોદ જન અધિકારી મંચે ધારાસભ્ય અંબરીશ ડેરના સમર્થનમાં આપ્યુ આવેદન

(સંજય દેવાણી દ્વારા) કેશોદ,તા. ૧૪:  રાજુલામાં બિનઉપયોગી જમીનનું લોકોની સુખાકારી માટે ઉપયોગમાં લેવા ઉપવાસ પર બેઠેલા રાજુલા, ખાંભા, જાફરાબાદ વિસ્તારના ધારાસભ્ય અંબરીશ ડેરના સમર્થનમાં કેશોદ જન અધિકારી મંચે મામલતદારને આવેદનપત્ર પાઠવેલછે.

આ આવેદનપત્રમાં જણાવેલ છેકે રાજુલા સીટીમાં બિન ઉપયોગી રેલ્વે લાઈનની જમીન આવેલીછે અને આ જમીન પર ખૂબ ગંદકી પડેલી હોય માટે આ જમીન લોકોની સુખાકારી માટે રાજુલા નગરપાલિકાને ફાળવવા તે વિસ્તારના  ધારાસભ્ય શ્રીઅમરીશભાઈ ડેર દ્વારા રેલ્વે વિભાગની મંજૂરીથી અમુક જમીનમાં ત્યાં વાઙ્ખકવે , બગીચો , સર્કલ , ચિલ્ડ્રન પાર્ક , વગેરે લોકોની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે હાથ ધરાયેલ કાર્યમાં સતા પક્ષના અમુક નેતાઓના ઈશારે અને રેલ્વે પોલીસ ને આગળ રાખી આ કાર્યને અટકાવવામાં આવ્યું છે . તથા અમરીશભાઈ ડેરની અટકાયત કરવામાં આવીછે તે બિલકુલ નિંદનીયછે.

ચૂંટાયેલા જન પ્રતિનિધિ પોતાની પ્રજા માટે સતત કાર્યશીલ હોય તો સરકારે એને સાથ આપવો જોઈએ નહીં કે એને રાજકીય મતભેદો રાખીને ટાર્ગેટ કરવા જોઈએ આ જમીનના સાચા ઉપયોગથી ત્યાં આજુબાજુમાં આવેલ શૈક્ષણિક સંકુલો, હોસ્પિટલો, માર્કેટયાર્ડ તથા હજારો લોકોને લાભદાયી નીવડે એમ છે . આથી આ જમીનના સદુપયોગ માટે શાંતિપૂર્ણ ઉપવાસ પર બેસી લડત ચલાવી રહેલા ત્યાંના ધારાસભ્ય શ્રીઅમરીશભાઈ ડેરને  જાહેર સમર્થન છે અને વહેલી તકે અમરીશભાઈ તથા ત્યાંના લોકોને ન્યાય આપીને આ લડતના પારણાં કરાવવામાં આવે.જો ટૂંક સમયમાં આ બાબતે સરકારશ્રી દ્વારાઘટતું કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ફરજ પડશે. રજૂઆત સાથે કેશોદ જન અધિકાર મંચ પ્રમુખશ્રી જયેશભાઇ હડિયા તેમજ જન અધિકાર મંચ જૂનાગઢ ઉપ પ્રમુખ જયેશભાઇ સોલંકી અને હિરેનભાઈ ડાંગર, રાજુભાઇ ચાંડેરા તેમજ અન્ય આહીર યુવાનોની હાજરીમાં કેશોદ મામલતદારને આવેદનપત્ર પાઠવેલછે.

(1:06 pm IST)