Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

જેતપુરના દેરડી ધારમાં સામાન્ય બાબતે બોલાચાલી ૪ શખ્સોનો ધારીયાથી હુમલો ધમકી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧૪ : શહેરના દેરડીધાર વિસ્તારમાં ઝુપડ પટ્ટીમાં રહેતા ઉમેશભાઇ કેશુભાઇ ચારોલીયા તેમજ તેનો ભત્રીજો અશ્વીન વિજયભાઇ બન્ને કરીયાણાની દુકાને વસ્તુ લેવા ગયેલ હોય ત્યાં ઉભેલા શખ્સોએ તુંુ આઘો જા અમનેવસ્તુ લેવા દે તેમ કહી બોલાચાલી થતા ઉશ્કેરાય જઇ ગાળો આપી ઝપાઝપી કરતા હોય દરમ્યાન તેના ભાઇ-ભાભી વિજયભાઇ તેમજ શીતલાબેન તેને બચાવવા વચ્ચે પડતા ચારેય શખ્સોએ ઢીકાપાટુનો મારમારી ગાળો આપી સ્કુટરની ડેકીમાંથી ધારીયુ કાઢી હુમલો કરતા ઉમેશભાઇને માથામાં તેમજ હાથમાં જીવલેણ હુમલો કરી મારી નાખવાની ધમકી આપી ચારેય શખ્સો નાશી છુટેલા ઉમેશભાઇ લોહી લુહાણ હાલતમાંં હોય તેમજ અશ્વીનને પણ ઇજા થયેલ હોય ૧૦૮ મારફત સારવાર માટે હોસ્પીટલે ખસેડેલ તેથી શહેર પોલીસે શીતલબેનની ફરીાયદ પરથી ચારેય શખ્સો કૃલાણ ઉતમભાઇ ભાટીયા, નરેશ ઉર્ફે ભોલીયો, પ્રવિણભાઇ રાણાવ, રફીક ગેરેજવાળો ગૌતમ બાવાજી (રહેચારેય દેરડીધાર) વિરૂધ્ધ આઇપીસી ૩૦૭, ૩ર૩, ૩ર૬, પ૦૬ (ર) ર૯૪ (ખ) મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ સીટી પીઆઇ પી.ડી. દરજીએ હાથ ધરી છે.

(1:01 pm IST)