Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

ગોંડલ ખાતે પૂ. સુશાંતમુનિ. મા. સા. તથા પૂ. પારસમુનિ મા. સા.નો ચાતુર્માસ કલ્પ પ્રવેશ : જૈનાચાર્ય ડુંગરસિંહજી સ્વામી માર્ગની લોકાર્પણવિધિ

 રાજકોટઃ ગોંડલ સપ્રદાયનાં ગાદીપતિ પૂ. ગુરૂદેવ શ્રી ગિશિરચંદ્રજી સ્વામી ના સુશિષ્ય પ્રાણ પરિવારનાં વરિષ્ઠ સંત ગુજરાતરત્ન પૂ. શ્રી સુશાંતમુનિ મ.સા. એવં મહામંત્ર પ્રભાવક પૂ. શ્રી જગદીશમુનિ મ.સા. ના સુશિષ્ય સદગુરૂદેવ પૂ. શ્રી પારસમુનિ મ.સા. આદિ ઠાણા - ર નો ચાતુર્માસ કલ્પ અર્થે પ્રવેશ તા. ૧૩ રવિવારે સવારે ૧૦  કલાકે દાદા ડુંગર ગાદી ઉપાશ્રય ગોંડલમાં ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં ભવ્યરૂપે સંપન્ન થયો.

આ અવસરે સોનામા સુગંધ ભળે તેમ ગોંડલ નાની બજારને ગોંડલ નવાગઢ સ્થા. જૈન સંઘનાં પુરુષાર્થની જૈનાચાર્ય ડુંગરસિંહ સ્વામી માર્ગ એવું નામાંકન આપવાનું ગોંડલ નગરપાલિક દ્વારા નિશ્ચિત થતાં તેના શિલાલેખની લોકાર્પણ વિધિ કરવામાં આવી.

 આ પ્રસંગે ગોંડલના યુવા અગ્રણી જયોતિરાદિત્યસિંહજી (ગણેશભાઈ) જયરાજસિંહજી જાડેજા, રાજેન્દ્રસિંહજી (રાજભા) જાડેજા,  અશોકભાઈ પીપલીયા, આદિ ગોંડલ નગરપાલિકાના પદાધિકારીગણ તેમજ રાજકોટ રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘનાં પ્રમુખ વૈયાવચ્ચ રત્ન ચંદ્રકાંતભાઈ શેઠ, શેઠ ઉપાશ્રયના વાઈસ પ્રેસિડેન્ટ શૈલેષભાઈ માંઉ, ગોંડલ નવાગઢ સંઘના ઉપપ્રમુખ દિલિપભાઈ પારેખ, મંત્રી જીજ્ઞેશભાઈ વોરા, સહમંત્રી મનિષભાઈ દેસાઈ, ખજાનચી અમીચંંદભાઈ શાહ આદિ સમસ્ત કારોબારી સભ્યો અને ગોંડલ સંઘાણી સંપ્રદાય/સંઘ પ્રમુખ અશોકભાઈ કોઠારી, કમલભાઈ સંઘાણી આદિ પદાધિકારીગણ, તપાગચ્છ સંઘના પંકજભાઈ શેઠ આદિ એ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલ.

ગોંડલ સંઘ પ્રમુખ પ્રવિણભાઈ કોઠારી નાદુરસ્ત સ્વાસ્થ્ય ને કારણે ઉપસ્થિત રહી શકેલ નહીં તેમણે શુભેચ્છા સંદેશ મોકલાવેલ. કાર્યક્રમને સફળ બનાવવા જીજ્ઞેશભાઈ વોરા, અમીચંદભાઈ શાહ, સંજીવભાઈ શેઠે ભગીરથ પુરુષાર્થ કરેલ તે બદલ તેને સર્વેએ ધન્યવાદ પાઠવેલ.

 આ અવસરે શાસનચન્દ્રીકા પૂ. હીરાબાઈ મ.સ. વતી પૂ. સ્મિતાબાઈ મ.સ. એવં સંઘાણી સંપ્રદાયના વરિષ્ઠ સાધ્વીરત્ના પૂ. ઉષાબાઈ મ.સ. આદિ સતીવૃંદ પધારેલ. ''જૈનાચાર્ય ડુંગરસિંહ સ્વામી માર્ગ શિલાલેખ''ની લોકાર્પણ વિધિ જયોતિરાદિત્યસિંહજી જાડેજા, રાજેન્દ્રસિંહજી જાડેજા, અશોકભાઈ પીપલીયા, ચંદ્રકાંતભાઈ શેઠ, અશોકભાઈ કોઠારી, શૈલેષભાઈ માંઉ આદિના વરદ હસ્તે થયેલ. તેમ શ્રી ગોંડલ નવાગઢ સ્થા.જૈન સંઘ ગોંડલ, જૈનાચાર્ય ડુંગરસિંહ સ્વામી માર્ગ , દાદા ડુંગર ગુરૂ ગાદી ઉપાશ્રય, સંપર્ક : ૯૮૨૫૨૬૪૦૬૮ મંત્રી જીજ્ઞેશ ભાઈ વોરાની યાદીમાં જણાવેલ છે.

(1:07 pm IST)