Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

સૌરાષ્ટ્ર અને ગુજરાત બંને સાચવવા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે ભરતસિંહ સોલંકી અને વિરોધપક્ષના નેતા પદે વિરજીભાઇ ઠુંમર યોગ્ય ગણાય લોકોનું તારણ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૧૪: દેશ લેવલની પાર્ટી હોય જેમાં દરેક જ્ઞાતિનો અને દિશાનો સમાવેશ કરવાનો હોય છે જેથી કરીને કોય દશા કે જ્ઞાતિ અન્યાય નો થવો જોઈએ તેવી ગોઠવણી કરવાની હોય છે ત્યારે રાજકીય પંડિતોના મળવા પ્રમાણે જ્ઞાતિ અને દશા લેવલે વરણી કરવા ની હોય છે તેમ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને અગાઉ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે શ્રેષ્ઠ કામગીરી કરનાર અને ગુજરાત જોનમાંથી ભરત સોલંકીની પસંદગી કરવામાં આવે અને ગુજરાત વિધાનસભા વિરોધપક્ષ ના નેતા પદે આવડત અને અનુભવી  વિરજીભાઈ ઠુમરની વરણી કરવામાં આવેતો સૌરાષ્ટ્ર જોન પણ સચવાઇ જાય.

ભરતસિંહ સોલંકી અને વિરજીભાઈ ઠુમર આ બને આગેવાનો હોંશિયાર અનુભવી અને સૌરાષ્ટ અને ગુજરાત એમ બને જુદા જુદા જોનના છે અને જુદી જુદી જ્ઞાતિના પણ છે અને ભારતીય જનતા પાર્ટી સામે પુરી તાકાત સાથે લડત આપી પરિણામ લાવવાની શકિત ધરાવતા આગેવાનો છે.  ભરતસિંહ સોલંકીને પ્રદેશ પ્રમુખ બનાવવા અને શ્રી વિરજીભાઈ ઠુમરને વિરોધ પક્ષના નેતા બનાવવા માટે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સોનિયા ગાંધી રાહુલ ગાંધી, અને પ્રિયંકા ગાંધીને લૈખિત રજુઆત પણ થઈ હોવાનું વિશ્વાસપાત્ર વર્તુળો દ્વારા જાણવા મળેલ હતું ત્યારે ભરતભાઈ સોલંકીને પ્રદેશ પ્રમુખ અને વિરજીભાઈ ઠુમરને વિરોધપક્ષના નેતાની જવાબદારી સોંપવામાં આવે તો આવતા દિવસોમાં કોંગ્રેસ પક્ષ સંગઠિત સજીવન અને ચાર ચાંદ લાગી જાય તેમાં કોઇ શંકાને સ્થાન નથી. આ બંને આગેવાનો કોંગ્રેસ પક્ષના સાથે હમેશા વફાદારીપૂર્વક સેવાઓ બજાવી છે અને બજાવતા આવે છે એટલે વફાદારીના ફળ સ્વરૂપે ગુજરાત લેવલના પદ પર લેવા જ જોઈએ તેવું કોંગ્રેસી આગેવાનોનું કહેવું અને માનવું છે.

(1:08 pm IST)