Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

મોરબીની સીટી મામલતદાર કચેરી ગીબ્સન મિડલ સ્કૂલ ખાતે ખસેડવા માંગ કરાઈ

: સામાજિક કાર્યકરોએ જીલ્લા કલેકટરને રજૂઆત કરી

મોરબીની સીટી મામલતદાર કચેરી વીસી ફાટક પાસે આવેલ છે જે જૂની જીલ્લા પંચાયત કચેરી ગીબ્સન મિડલ સ્કૂલ, રેલ્વે સ્ટેશન પાસે ખસેડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જીગ્નેશભાઈ પંડ્યા, જગદીશભાઈ બાંભણીયા, જનક રાજા અને અશોક ખરચરીયા દ્વારા રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબીની સીટી મામલતદાર કચેરી વિસી ફાટક પાસે છે જેની નજીક જૂની જીલ્લા પંચાયત કચેરી ખાતે ખસેડવામાં આવે તે જરૂરી છે સીટી મામલતદાર કચેરીમાં વિધવા સહાયને લગતા કામો અને અન્ય કામો થતા હોય છે અને હાલ પાર્કિંગની સમસ્યા વધારે છે
જેથી સીટી મામલતદાર કચેરી જૂની જીલ્લા પંચાયતમાં તબદીલ કરવામાં આવે તો પાર્કિંગની સમસ્યા દુર થઇ જાય તેમજ હાલની કચેરી ખાતે રેલ્વે ફાટક હોવાથી ફાટક બંધ થવાથી ટ્રાફિક સર્જાય છે જેથી અરજદારોને સમયનો વેડફાટ થતો હોય છે જ્યાંથી નજીક જ રેલ્વે સ્ટેશન પાસે જૂની જીલ્લા પંચાયત કચેરી (ગીબ્સન સ્કૂલ) આવેલ હોય જ્યાં કચેરી ખસેડાય તો અરજદારોને સરળતા રહેશે જેથી યોગ્ય કરવા માંગ કરી છે

(8:01 pm IST)