Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

ટંકારા : એક લાખથી વધુ વસ્તી માટે એકપણ એમડી ડોક્ટર નહિ, વિદ્યાર્થી એકતા સંગઠન મેદાને પડ્યું

ટંકારા તાલુકાની એક લાખથી વધુ વસ્તી વચ્ચે આવેલા એક માત્ર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં એમડી તબીબની નિમણૂકથી લઈ કોરોના રસીકરણ અને સાધનોના અભાવે સારવારમાં લોલમલોલ સામે નમાલા નેતા અને માયકાંગલી પ્રજાએ શરણાગતિ સ્વીકારી લેતા આ મામલે હવે વિદ્યાર્થી એકતા સંગઠને લડત આપવાનો નિર્ધાર કર્યો છે
ટંકારા તાલુકાના લલાટે ક્યારેય સુવિધાઓ મળી નથી. ખાસ કરીને કોરોના મહામારીની બીજી લહેરમાં શોભના ગાંઠિયા જેવા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સુવિધાને અભાવે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે આરોગ્યની પાયાની સુવિધા માટે નેતા અને પ્રજા બન્ને ચૂપ થઈ જતા હવે ટંકારા વિદ્યાર્થી એકતા સંગઠને લડત આપવા નક્કી કર્યું છે. છેલ્લા અનેક વર્ષોથી ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એમડી ડોક્ટરની જગ્યા ભરવા સતત રજુઆત થતી આવી છે આમ છતાં એમડી ડોકટર તો ઠીક પૂરતું મહેકમ પણ નથી એ સંજોગોમાં ટંકારાને સ્ત્રી રોગ નિષ્ણાત કે હાડકાં અને આંખના ડોકટર કયાથી મળે તેવા સવાલો ઉપસ્થિત થયા છે
ટંકારા સિવિલ હોસ્પિટલમાં દર્દીને ઇમરજન્સી રિફર કરવા સિવાય બીજી કોઈ સેવા ઉપલબ્ધ નથી. એમ્બ્યુલન્સ ફાળવી પણ ડ્રાઈવર નથી આ સંજોગોમાં ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્રની સારવાર કરવા વિદ્યાર્થી એકતા સંગઠન દ્વારા તખ્તો તૈયાર કરી ટુક સમયમાં જ ધરણા પ્રદર્શનથી લઈ આક્રમક લડત આપવા રણનીતિ ઘડી કાઢવામાં આવી છે.

(8:16 pm IST)