Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

જૂનાગઢ આયુષ્‍યમાન કાર્ડનો કેમ્‍પ ખુલ્લો મુકતા જીલ્લા શિક્ષણાધિકારી

જૂનાગઢ : સૌરાષ્‍ટ્ર કચ્‍છ સમસ્‍ત બ્રહ્મસમાજ જૂનાગઢ જિલ્લાના પ્રમુખ કે.ડી.પંડ્‍યા અને શહેર પ્રમુખ પ્રફુલભાઇ જોષીના માર્ગદર્શન હેઠળ યુવા પાંખ દ્વારા નોબલ સ્‍કૂલ ખાતે આયુષ્‍યમાન કાર્ડ ઇ-શ્રમ કાર્ડ તેમજ આવકના દાખલા કાઢી આપવાનો કેમ્‍પ દિપ પ્રાગટય કરી જૂનાગઢનાા જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્‍યાયએ ખુલ્લો મુકયો હતો. આ તકે શ્રી કે.ડી.પંડયા છેલભાઇ જોષી અકિલાના પત્રકાર વિનુભાઇ જોષી તથા હસુભાઇ જોષી, મહેશભાઇ જોષી, મુકેશ મહેતા, યોગેશ પુરોહિત પ્રવકતા શૈલેષ પંડયા સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા. અને આ કેમ્‍પનો અસંખ્‍ય લોકોએ લાભ લીધો હતો અને સફળ બનાવવા માટે યુવા પાંખના ચિરાગ જોષી રવિભાઇ જોષી, કિશન પંડીત, પાર્થ ભટ્ટ, વિજય મહેતા સહીતની ટીમે જહેમત ઉઠાવી હતી. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા) 

(10:31 am IST)