Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

ટંકારા પંથકમાં આકાશમાંથી પાણીનો ધોધ...

અડધી કલાકમાં દોઢ ઇંચ વરસી ગયો : અદ્‌ભૂત નજારો સૌ કોઇએ માણ્‍યો

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા. ૧૪ : ટંકારામાં બીજા દિવસે પણ મેઘરાજાએ મહેર કરી છે. કાલે ધોધમાર વરસાદ વરસી પડ્‍યો હતો. ત્‍યારે ટંકારા પંથકમાં જાણે વાદળ ફાટ્‍યું હોય એમ વરસાદનો ધોધ થતો હોય તેવો અદભુત નઝારો જોવા મળ્‍યો હતો. ઓટાળાના યુવાને આકાશમાંથી વરસતા વરસાદનો માહોલ મોબાઈલમાં કેદ કર્યો હતો.
ટંકારાના નેકનામ ગામના સિમાડાથી આકાશમાંથી જાણે સાંબેલાધારે વરસાદ ખાબકતા અડધી કલાકમા દોઢેક ઇંચ વરસાદ વરસી પડ્‍યો હતો જેને પગલે હોકળા ખેતર તલાવડા બે કાઠે વહી ગયા હતા એ વખતે ઓટાળાના દિક્ષીત દેસાઈએ આ અદ્‌ભૂત નજારો મોબાઇલમા કેદ કરી લીધો હતો. આ એજ વાદળુ છે. જેને રોહીશાળા, જોધપરઝાલા વીરવાવ ધ્રોલિયા ગણેશપર સાવડી નેસડા ગજડી ધુનડા સહિતના વિસ્‍તારોમાં ચારે તરફ પાણી પાણી કરી વાવણી લાયક વરસાદ કર્યો છે.
ટંકારા નજીક આકાશમાંથી ધોધમાર વરસાદ વરસાવતા વાદળોનો અદભુત અને અલભ્‍ય નજારો ઓટાળા ગામના યુવાન દિક્ષીતભાઈ દેસાઈ તેમના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો.

 

(10:46 am IST)