Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

જામનગર બેડીનાકામાં રેતી ચારવાના કોન્‍ટ્રાક્‍ટ મામલે પિયુષ પર હુમલો

અજાણ્‍યા એક શખ્‍સે પકડી રાખ્‍યો, બીજાએ ઘાયલ કર્યો

રાજકોટ તા. ૧૪: જામનગર ગુલાબનગરમાં રહેતાં પિયુષ લવજીભાઇ મઘોડીયા (સતવારા) (ઉ.૨૯)ને બેડીનાકા કડીયા બજારમાં હતો ત્‍યારે અજાણ્‍યા શખ્‍સોએ ઝઘડો કરી એક શખ્‍સે પકડી રાખી બીજાએ પાછળથી કંઇક તિક્ષ્ણ હથીયારથી ઇજા કરતાં જામનગર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં જામનગર બી-ડિવીઝનમાં જાણ કરાઇ હતી.
પિયુષે રેતી ચારવાનો કોન્‍ટ્રાક્‍ટ ઓછા ભાવે રાખ્‍યો હોઇ એ કોન્‍ટ્રાક્‍ટ અજાણ્‍યા શખ્‍સે આડેથી લઇ લેતાં બોલાચાલી થતાં તેના પર હુમલો કરાયાનું જણાવાયું હતું.

 

(11:03 am IST)