Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

વિંછીયા - આટકોટ - ઉના - ગીરગઢડા - ધોકડવા તથા આખા જામનગર શહેરમાં વીજ દરોડા : કુલ ૧૦૭ ટીમો ત્રાટકી : ૩૫ ગામોમાં પણ ધોંસ

સવારે ૮ વાગ્‍યાથી રાજકોટ જિલ્લાના જસદણ વીજ ડિવીઝન હેઠળના વિંછીયા - આટકોટ ક્ષેત્રમાં ૩૦ ટીમો તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે : ૨૧ ગામોમાં પણ વીજ ટીમો ચેકીંગ અર્થે દોડી ગઇ છે. આ ઉપરાંત ઉના ડિવીઝનમાં ઉના-૧, ગીરગઢડા તથા ધોકડયામાં ૪૨ ટીમોએ ૧૪ ગામો સહિત અનેક વિસ્‍તારમાં ચેકીંગ હાથ ધર્યું છે. તો વીજચોરી માટે અનેક ફરિયાદો બાદ આખા જામનગર શહેરમાં ૩૫ ટીમો દ્વારા દરોડાનો દોર શરૂ કરાયો છે.

 

(11:37 am IST)