Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

બગસરાના દારૂના ગુન્‍હાનો આરોપી ઝડપાયો

 અમરેલી : બગસરા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૯૨૦૦૭૫૬/૨૦૨૦ પ્રોહી એકટ કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬ (બી), ૮૧, મુજબનો પ્રોહિબિશનનો ગુનો કરી, નાસી જનારને જેઠીયાવદર ગામના બસસ્‍ટેન્‍ડ પાસેથી પકડી પાડી પકડાયેલ આરોપી રામજીભાઇ પરસોતમભાઇ ઉંધાડ (ઉવ.૩૭) રહે. મોટા મુંજીયાસર, તા. બગસરા, હાલ રહે. વેલેન્‍જા, મારૂતિધામ સોસાયટી મકાન નં.બી.-૧૫૮ સુરત સામે કાર્યવાહી કરી છે. પકડાયેલ આરોપી વિરૂધ્‍ધ સુરત શહેર સરથાણા પો. સ્‍ટે. ગુ.ર.નં.સે. ૪૯/૨૦૧૯ ઇ.પી.કો કલમ ૨૮૩ ગુન્‍હો નોંધાયો છે. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહની સુચના હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

(5:42 pm IST)