Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

સુરજકરાડી ગ્રેઇન મર્ચન્‍ટ એશોસિએશનના નવા હોદેદારોની વરણી

ઓખામંડળ તાલુકાના મીઠાપુર નજીક આવેલા સુરજકરાડી ગામે કાર્યરત સુરજકરાડી ઉદ્યોગનગર ગ્રેઇન મર્ચન્‍ટ એશોસિએશનમાં નવા હોદેદારોની નિમણુંક કરવામાં આવી. પુર્વ પ્રમુખ મુકેશભાઇ કાનાણી અને પુર્વ ઉપપ્રમુખ વિઠલભાઇ સુતરીયાનું અવસાન થતા આ સંસ્‍થામાં નવા હોદેદારોની નિમણુંક કરવાની ફરજ પડી હતી. તેથી સર્વાનુમતે પ્રમુખ તરીકે રાજુભાઇ સુતરીયા, ઉપપ્રમુખ તરીકે દિપકભાઇ ગોકાણી, મંત્રીમાં કમલેશભાઇ સામાણી, સહમંત્રીમાં પ્રભુદાસભાઇ કાનાણી અને ખજાનચી તરીકે દિપકભાઇ બારાઇની નિમણુંક કરવામાં આવી હતી. આ નવા હોદેદારોને સુરજ કરાડી ચેમ્‍બર ઓફ કોમર્સ દ્વારા શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી હતી. (તસ્‍વીર : અહેવાલ : દિવ્‍યેશ જટણીયા - મીઠાપુર)

 

(11:40 am IST)