Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

લોધીકા તાલુકા હિન્‍દુ ધર્મ સેના મહામંત્રી તરીકે રણવીરસિંહ ઝાલાની વરણી

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા.૧૪: અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષ નૌતમ સ્‍વામીજીની પ્રેરણા એવમ માર્ગદર્શન પ્રમાણે લોધીકા તાલુકા હિન્‍દુ ધર્મ સેના મહામંત્રી તરીકે ખીરસરા ગામના ક્ષત્રિય યુવા  રણવીરસિંહ કિશોરસિંહ ઝાલાની વરણીને રાજકોટ જીલ્લા અખિલ ભારતીય સંત સમિતિ  પ્રમુખ શ્રી ભક્‍તિ સ્‍વામીજી તેમજ રાજકોટ જીલ્લા હિન્‍દુ ધર્મ સેના પ્રમુખ ડિ.વી.રાણા તેમજ લોધીકા તાલુકા હિન્‍દુ ધર્મ સેનાના તમામ હોદ્દેદારો રણવીરસિંહ ઝાલાની મહામંત્રી તરીકે વરણી થતાં આવકારેલ છે.

(11:40 am IST)