Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

જોરાવરનગરના જુગારના બે ફરારી આરોપી ઝડપાઇ ગયા

વઢવાણ,તા.૧૪ : જોરાવરનગર પો.સ્‍ટે. ગુ.ર.નં. ૦૧૭૬/૨૦૨૨ જુગાર ધારા કલમ-૧૨ મુજબના ગુન્‍હાના કામે પકડવાના બાકી નાસતા ફરતા આરોપીઓ (૧) ગોપાલભાઇ રાણાભાઇ સિંધવ ભરવાડ ઉ.વ. ૩૮, રહે.સુરેન્‍દ્રનગર, મફતીયાપરા,  પાંચહનુમાન પાસે તથા (૨)નારણભાઇ ઉર્ફે ભુરાભાઇ છેલાભાઇ જાદવ   ભરવાડ ઉ.વ.૪૨ રહે. સુરેન્‍દ્રનગર મફતીયાપરા, અંબાજીનો ચોક વાળાઓને  પકડી પાડી મજકુર  ે જોરાવરનગર પો.સ્‍ટે ખાતે સોંપી આપવા તજવીજ કરવામાં આવેલ છે.

  એલ.સી.બી.ના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર  એમ.ડી.ચૌધરીની સુચના અને પેરોલ ફર્લો સ્‍કવોડના ઇચા.પો.સબ.ઇન્‍સ.  વી.આર. જાડેજાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્‍કવોડના એ.એસ.આઇ. નરપતસિંહ સુરૂભા તથા મહીપતસિંહ ભગવતસિંહ તથા પો.હેડ કોન્‍સ. અસ્‍લમખાન અયુબખાન તથા ગુલામરસુલ કાસમભાઇ તથા ભરતસિંહ હમીરભાઇ તથા પો.કોન્‍સ. અશ્વિનભાઇ ઇશ્વરભાઇ તથા સનતભાઇ વલકુભાઇ તથા અશ્વિનભાઇ કરશનભાઇ એ રીતેની ટીમ દ્રારા કુલ-૨ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવામાં આવેલ છે.

(11:41 am IST)