Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

મોરબી જીલ્લા પંચાયતની સામાન્‍ય સભામાં સૌથી વધુ પ્રશ્‍ન પુછતા સદસ્‍ય નવધણભાઇ મેઘાણી

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર,તા. ૧૪ : મોરબી જીલ્લા પંચાયત અને ખાસ કરીને વાંકાનેર તાલુકામાં માલધારી અને ખેડંતો પાસે પશુઓની સંખ્‍યા ખૂબ જ મોટી છે. જ્‍યારે ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્‍યારે ચોમાસા દરમ્‍યાન પશુઓમાં ઘણા બધા રોગો જોવા મળતા હોય છે. જેમ કે મોવા, ખરવા, તાવ તથા વલો જેવા અનેક ભયંકર રોગો થતા હોય છે. માટે આવા રોગોને પહોંચી વળતા માટે આપના તરફથી શું તૈયારી છે ?

મોરબી જીલ્લાના દશેક તાલુકામાં નાની સિંચાઇ યોજનાના જે કામ ઘણા વર્ષો પહેલા થયેલા છે જેવા કે તળાવ તથા નાના ચેકડેમો તે પણ જર્જરીત થઇ ગયેલ હોય અને અમુક તુટી ગયુલ હોય માટે ચોમાસા પહેલા આવા કામ રીપેર કરવા માટેનું શું આયોજન કરવામાં આવેલ છે.

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવતા ઠીકરીયાળી ગામમાં જીલ્લા પંચાયતમાં આવતુ તળવાની પાળ તથા વેસ્‍ટીવલ સાવ જર્જરીત હાલતમાં છે. તેના કારણે તળાવથી નીચે આવતા ખેડૂત ભાઇઓને મોટી હોનારત થઇ શકે તેમ છે તેને અટકાવવા માટે અગાઉ પણ રજૂઆત કરેલ છે. પરંતુ હજુ સુધી કોઇ કાર્યવાહી થયેલ નથી તો હોનારત અટકાવવા માટે આગળની કાર્યવાહી થશે કે કમે તે જોવાનું રહ્યું?

ઠીકરીયાળા ગામમાં આવતા-જવા માટે માત્રને માત્ર એક જ રસ્‍તો આવેલો છે. આ રસ્‍તા ઉપર નદી આવેલી છે. જે નદીમાં પુર આવે ત્‍યારે કલાકો સુધી બંધ રહે છે. આ નદી ઉપર મીની પુલ બંધાવવામાં આવેતો ગામ લોકોને વિદ્યાર્થીઓને તેમજ ઇમરજન્‍સી કેસ જેવા કે ડીલેવરી તથા હોસ્‍પિટલના કેસ હોય અથવા તો શહેરોમાં આવતા જવા માટે પડતી મુશ્‍કેલીમાંથી બહાર આવવા માટે ચીની પુલ બનવવા માટે કાર્યવાહી થશે કે કેમ ?

મોરબી જીલ્લામાં એક ગામથી બીજા ગામ જ આવવા જવા માટે કાચા અને નોન પ્‍લાન રસ્‍તા કેટલા છે.? નજીકના દિવસોમાં ચોમાસુ આવતુ હોવાથી લોકોને મુશ્‍કેલી  ન પડે તે માટે સર્વે કરી મરામત કરવા અથવા પાકા રસ્‍તા બનાવવા માટે આપના તરફથી શું આયોજન કરવામાં આવેલુ છે.?

આવા અનેક પ્રશ્‍નો શ્રી નવધણભાઇ મેઘાણી (જીલ્લા પંચાયતના સદસ્‍ય) દ્વારા પુછવામાં આવેલ હતા.

(11:50 am IST)