Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

મીઠાપુર- સુરજકરાડીમાં સિઝનનો પહેલો વરસાદ પોણા ૨ ઇંચ

(દિવ્‍યેશ જટણીયા દ્વારા) મીઠાપુર, તા.૧૪: દેવભૂમિ દ્વારકા જીલ્લાના છેવાડા ગામ મીઠાપુર સુરજકરાડી ખાતે આ સીઝનના પ્રથમ વરસાદની શરૂઆત ગઇકાલથી થઇ ગઇ છે. સવારે ૯ વાગ્‍યા આજુબાજુ વાતાવરણમાં ભારે પલટો જોવા મળ્‍યો હતો. જોતજોતામાં તો વરસાદ ખાબકી પડયો હતો. થોડી જ વારમાં રોડ રસ્‍તાઓ પર પાણી ફરી વળ્‍યા હતા.

વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઇ હતી. સીઝનનો પ્રથમ વરસાદ ૧.૮૧ ઇંચ જેટલો નોંધાયો હતો. ભારે ઉકળાટ અને અસહ્ય ગરમી બાદ વર્ષારાણીનું આગમન થતા જ લોકો એપણ હાશકારો અનુભવ્‍યો હતો.

(12:16 pm IST)