Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

સર્વત્ર વરસાદ વચ્‍ચે માણાવદર તાલુકો કોરો ધાકોડ ખેડૂતો ચિંતામાં

પશુ-પક્ષી તથા માનવ જીંદગી ભારે ગરમી -ઉકળાટથી ત્રસ્‍ત

(ગિરિશ પટેલ દ્વારા) માણાવદર,તા. ૧૪ : સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે દિ'થી અનેક વિસ્‍તરોમાં સર્વત્ર વરસાદના મંડાણ થયા છે. પરંતુ માણાવદર તાલુકામાં છેલ્લા અનેક દિવસોથી ભારે ઉકળાટ, ભયંકર ગરમીથી પશુ-પક્ષી-માનવ જીંદગી ત્રસ્‍ત થઇ ઉઠયા છે. પરંતુ મેઘરાજા હજી રીઝ્‍તા નથી તાલુકામાં હજી કોરો ધાકોડ જ છે. લોકો હજી પણ ભયંકર ગરમીથી ત્રસ્‍ત થઇ રહ્યા છે. જ્‍યારે બીજે અનેક વિસ્‍તારો ભારે વરસાદથી નદી-નાળા છલકાયા છે.

માણાવદર તાલુકા કોરો ધાકોડ રહેતા ખેડૂતો ચંતિત છે. પશુ-પક્ષીઓના બેહાલ છે. મેઘરાજા હવે તો વરસો તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

(11:58 am IST)