Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

આટકોટ કૈલાસનગરમાં કાલે વરસાદના ઝાપટા પડતા ત્રણ કલાક સુધી લાઇટો ગુલ

(કરશન બામટા દ્વારા) આટકોટ,તા. ૧૪ : આટકોટમાં કાલે પાંચ વાગ્‍યે વાતાવરણમાં પલટો આવ્‍યો હતો વરસાદી ઝાપટાં પડ્‍યાં હતાં વિજળી નાં કડાકા ભડાકા સાથે જ વિજળી ગુલ થઈ હતી જે છેક આઠ વાગ્‍યે આવી પીજીસીએલ ની મોન્‍સુનની કામગીરી પર સવાલો ઊભા થયા હતાં ત્રણ કલાક લાઈટો ગુલ રહેતા નાના બાળકો વડીલો બિમાર લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા.

બપોરે પણ બે વાગ્‍યે લાઈટો બંધ થઈ જે ચાર વાગ્‍યે આવી હતી આમ અવારનવાર લાઈટો આવન જાવન થતાં લોકો ગરમીથી ઉકળાટથી લોકો શેરીમાં બેસવાનો વારો આવ્‍યો હતો. પીજીસીએલ કચેરી નો નંબર સતતં વ્‍યસ્‍ત આવે છે. ક્‍યારેક ફોન ઉપાડતા નથી. પીજીવીસીએલ મોન્‍સુનની કામગીરી કરી હતી પણ બે છાંટા વરસાદના પડતાં જ. લાઈટો ગુલ થઈ જાય. કામગીરી પર સવાલો ઊભા થયા. કચેરીમાં બીજો નંબર પણ રાખવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. 

(1:17 pm IST)