Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

જુનાગઢ જીલ્લામાં ધો.૧ થી ૧રના પ્રથમ સત્રનો પ્રારંભ શૈક્ષણિક સંકુલમાં ધમધમાટ

ધો.૧ થી ૮ના ૧પ૦૮૯૭ અને ૯ થી ૧રના રર૭૩૦૪ વિદ્યાર્થીઓ શૈક્ષણિક કાર્ય જોડાયાઃ આર.એસ.ઉપાધ્‍યાય

ઉપરોકત તસ્‍વીરમાં નોબલ સ્‍કુલની મુલાકાત લઇ સંચાલક કે.ડી. પંડયા સાથે સ્‍કુલની વ્‍યવસ્‍થા અંગે ચર્ચા કરતા શ્રી આર.એસ.ઉપાધ્‍યાય તેમજ અન્‍ય શાળાઓમાં વિદ્યાર્થીઓને ફુલ આપી આવકારતા શિક્ષકો અને અભ્‍યાસવર્ગમાં બેઠેલા વિદ્યાર્થીઓ નજરે પડે છે. (તસ્‍વીર : મુકેશ વૉઘેલા - જુનાગઢ) (૭.ર૮)

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૪ : જુનાગઢ જિલ્લામાં ધો.૧ થી ૧રના પ્રથમ સત્રનો પ્રારંભ થતાં શૈક્ષણિક સંકુલો વિદ્યાર્થીઓથી ધમધમી ઉઠયા છે.

જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્‍યાયએ જણાવ્‍યું હતું કે જુનાગઢ જિલ્લામાં ધો.૧ થી ૮ની સરકારી ખાનગી મળી કુલ ૧૧૮૭ શાળાઓના ૧પ૮૦૯૭ વિદ્યાર્થીઓ તેમજ અને ધો.૯ થી ૧રની ૪ર૬ શાળાના ર,ર૭,૩૦૪ વિદ્યાર્થીઓની સંખ્‍યા છે. જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ પ્રથમ સત્રના પ્રારંભથી શૈક્ષણિક કાર્યમાં જોડાય ગયા છે અને શૈક્ષણિક સંકુલોમાં વિદ્યાર્થીઓનો ધમધમાટ જોવા મળી રહયો છે. પ્રથમ સત્રનો પ્રારંભ જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારી શ્રી આર.એસ.ઉપાધ્‍યાયએ અમુક શાળાઓની મુલાકાત લઇ વ્‍યવસ્‍થા નીહાળી અને વિદ્યાર્થીઓને શુભેચ્‍છા પાઠવીહતી. 

(1:18 pm IST)