Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

ચલાલામાં પાઇપ-લાદીના ટુકડા અને ઢીકાપાટુનો માર મારીને ધમકી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧૪ : ચલાલા ઝાડવાળી શેરીમાં ધર્મેશભાઇ ધીરૂભાઇ રાજયગુરૂ ઉ.ર૭ને જુના મનદુઃખના કારણે બળવંત કરમશીભાઇ વર્ષાબેન, કરમશીભાઇ, હર્ષિલ બળવંતભાઇ  ઠેસીયાએ પાઇપ અને લાદીના ટુકડા તેમજ ઢીકાપાટુ વડે માર મારી ધમકી આપ્‍યાની ચલાલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ધમકી

વાંકીયા ગામે શકિત મંગળુભાઇ વાળા તા.૧૦/૬ ના રાતરીના ગામાં રોફ જમાવવા સાગમટે સમાજને ગાળો બોલી ભય ફેલાવવા તલવાર લઇ નીકળી ફટાકડા ફોડી ધમકી આપ્‍યાની ધીરૂભાઇ જોવાદરીયાએ અમરેલી રૂરલ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મારમાર્યો

જાફરાબાદ બંદર પાસે ચિલીમીલી રેસ્‍ટોરન્‍ટ પાસે મન્‍યુરીયન લેવા ગયેલ પંકજભાઇ જીકાભાઇ સોલંકી ઉ.ર૬ ની મશ્‍કરી કરતા ના પાડતા કલ્‍પેશ ભગુભાઇ બાંભણીયા, દિનેશ રક્ષક કાળુભાઇ, સતીષ નાનુભાઇ તેમજ અન્‍ય ચાર શખ્‍સોને ઢીકાપાટુનો મારમારી ધમકી આપ્‍યાની જાફરાબાદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી.

ચોરી

વડીયાના લુણીધારમાં કોઇ કારણોસર દર્શિલ ભરતભાઇ સરધારા ઉ.૧૭ એસીડ પી જતા સારવાર દરમિયાન મોત નિપજયાનું પિતા ભરતભાઇ સરધારાએ વડિયા પોલીસ મથકમાં જાહેર કરેલ છેે.

છેડતી ખોટી ફરીયાદની ધમકી

અમરેલી સાવરકુંડલા રોડ ઉપર તા.૧૧/૬ ના સવારે ૯ કલાકે ગુજકો મીલ પાછળ સરકારી જગ્‍યામાં શ્રધ્‍ધાબેન, સંગીતાબેન, ઉષાબેન સહિત છ જેટલી મહિલાઓ ગેરકાયદેસર મંડળી રચી કંપાઉન્‍ડ હોલની દિવાલનું ચણતર તોડી રૂા.૧૦ હજારનું નુકશાન કરી પથ્‍થર અને લાકડી ઉગામી છેડતીની ખોટી ફરીયાદ કરવા ધમકી આતી  નિજલબેન ભરતભાઇ મેતલીયાને લાકડી વડે માર માર્યાની સુરેશભાઇ સિંધવે અમરેલી રૂરલ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છેે.

(1:19 pm IST)