Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

જસદણના બાખલવડ ગામે વાડીમાં જુગારનો હાટડો ચાલતો'તોઃ ૭ પકડાયા

રાજકોટ, તા., ૧૪: જસદણના બાખલવડ ગામે વાડીમાં ચાલતા જુગારના હાટડા ઉપર પોલીસે રેઇડ કરી ૭ પતાપ્રેમીઓને ઝડપી લીધા હતા.

જસદણના બાખલવડ ગામે દેવપરા જવાના રસ્તે મનીષ જીવાભાઇ જતાપરાની વાડીમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા જસદણના પીઆઇ કે.જે.રાણાએ માર્ગદર્શન હેઠળ હેડ કો.રાજાભાઇ વકાતર સહીતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા વાડી માલીક (૧) મનીષ ઉર્ફે બંડી જીવાભાઇ જતાપરા રહે. બાખલવડ, (ર) વિશાલ રમેશભાઇ પલાળીયા રહે. બાખલવડ, (૩) પાર્થ કુરજીભાઇ મકવાણા રહે. જસદણ વિંછીયા રોડ બી.આર.સી. ભવનની બાજુમાં (૪) અજય લાલજીભાઇ પલાળીયા બાખલવડ  (પ) લાલાભાઇ ઉર્ફે લખુભાઇ વાલજીભાઇ  પલાળીયા રહે. બાલખવડ (૬) જયદીપ ઉર્ફે ભુરો રમેશભાઇ પલાળીયા રહે. બાખલવડ તથા (૭) જયરાજ જેન્તીભાઇ ડાંગર રહે. બાખલવડને રોકડા રૂા. રપ૪૪૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(1:22 pm IST)