Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

સોમનાથ મંદિરે કરોડોના ખર્ચે વિકાસ કામઃ બે કીલોમીટર પાર્કીંગ સ્‍થળથી આધુનિક વ્‍યવસ્‍થા

ગીતા મંદિર,ભીડભજન મહાદેવ,ભાલકા તીર્થ સહીતના ટ્રસ્‍ટના તમામ મંદિરોમાં મોટા પાયે વિકાસ થશે

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૪: સોમનાથ મહાદેવ મંદિર વિશ્‍વભરમાં સાફ સફાઈ અને આધુનિકતામાં આગળ છે તેને ર૦ર૪ સુધીમાં કરોડોના ખર્ચે વિશ્‍વભરમાં પ્રથમ નંબરની જર્યોતીલીગ છે તે દરેકમાં પ્રથમ નંબર આવે તે માટે સર્વે ચાલી રહેલ છે મહાદેવ મંદિરથી ગીતા મંદિર સુધી ત્રણ કીલો મીટરના પરીષરમાં અતિ આધુનીક મંદિર નિર્માણ પામશે તેનું આર્કીટેકો દ્રારા પ્રોજેકટ પણ થઈ રહેલ છે જેથી એક સાથે એક લાખથી પણ વધુ યાત્રીકો પરીષરમાં અનેક ધાર્મિકતાનો લાભ લઈ શકશે.

મોદી સરકાર દ્રારા સોમનાથ મહાદેવ મંદિરને વિશ્‍વભરમાં પ્રથમ સ્‍થાન અપાવવા માટે અનેક વિકાસની યોજનાઓ લાવી રહેલ છે ર૦ર૪ સુધી માં કરોડો ના આર્થિક ખર્ચ થી ગીતા મંદિર સુધી જે ત્રણ કીલો મીટર સુધી નો રોડ છે આતંરરાષ્‍ટ્રીય કક્ષાનો બને અને તેમાં પાર્કીગ સ્‍થળ હાલ છે તેમાં હજારો મોટરકાર,બસ આવી શકે તે માટેની વ્‍યવસ્‍થા કરાયેલ છે તેમાં વધારો કરાશે દર્શન સ્‍થળે જવા માટે ફુટપાથ બનાવી વચ્‍ચે વૃક્ષો વાવવામાં આવશે પરીક્રમા કરી શકે તે માટે ઈ રીક્ષા રાખવામાં આવશે જેનો દરેક યાત્રીકો ઉપયોગ કરી શકશે મંદિર પરીષર સુધી ઈમરજન્‍સી વાહનો જઈ શકશે તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવશે તેમજ જુનું સોમનાથ,નવું બની રહેલ પાર્વતી માતાજીનું મંદિર,સુર્ય મંદિર,વેણેશ્‍વર મહાદેવ તેમજ ગામની અંદર આવેલ જુના મંદિરો પણ આ પરીષરમાં સમાવશે કરવામાં આવશે તેવું ભવ્‍ય આયોજન થઈ રહેલ છે હાલમાં મોટું વિકાસનું કામ કરવાનું હોવાથી જે પણ પ્રોજેકટો કાર્યરત હતા તેને અટકાવી દેવામાં આવેલ છે.

સોમનાથ ટ્રસ્‍ટ હસ્‍તક ની જગ્‍યાઓ પરત મેળવાય રહેલ છે જેથી વિકાસના કામો ઝડપથી થઈ શકે ભુતકાળમાં સોમનાથ મંદિરની આજુ બાજુ જગમોહન કમીટી દ્રારા કેન્‍દ્ર સરકારને રીપોર્ટ પણ આપવામાં આવેલ હતો તે રીપોર્ટના આધારે પણ આ કામગીરી ઝડપ ભેર આગળ વધી રહેલ છે તેવું સુત્ર એ જણાવેલ છે.

કરોડોના વિકાસ કાર્યથી આખા વિસ્‍તારના હજારો પાથરણા વાળા,લારી ગલ્લા,નાના વેપારીઓ,રેસ્‍ટોરન્‍ટ,હોટલો સહીત તમામ ને મોટો આર્થિક ફાયદો થશે અને વિશ્‍વભર માં પ્રથમ જર્યોતીલીગ છે તે રીતે આ મંદિર દરેક રીતે પ્રથમ રીતે નામના મેળવે તે માટે મોદી સરકાર ખુબજ ઝડપભેર વિકાસના કાર્યને વેગ આપી રહેલ છે.

(5:19 pm IST)