Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

જસદણ પાલિકાની ખાસ સામાન્ય સભા સંપૂર્ણ બહુમતીથી પસાર : યાર્ડના સભ્ય તરીકે ભાજપના નગરસેવક ભરતભાઇ જેબલિયાની નિમણુંક

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ તા.૧૩: જસદણ નગરપાલિકાની આજે ખાસ સામાન્ય સભા પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલિયાના અધ્યક્ષસ્થાને મળેલ હતી જસદણ માર્કેટ યાર્ડની તાજેતરમાં ચુંટણી યોજાય જેમાં એક સભ્ય તરીકે નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યનો સમાવેશ થાય તે માટે ખાસ સામાન્ય સભા યોજવામાં આવી હતી.

જેમાં યાર્ડના સભ્ય તરીકે ભાજપમાંથી  ચુંટાયેલ નગરસેવક ભરતભાઈ જેબલિયાની નિમણુંક કરવામાં આવતાં તેમના શુભેચ્છકો મિત્રો સભ્યોએ પાલિકાના પંટાગણમાં ભરતભાઈને ફૂલડે વધાવ્યાં હતાં.જસદણ નગરપાલિકામાં હાલ ભાજપનો ભગવો ફરકી રહ્યો છે. આજે યાર્ડના પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા નગરપાલિકાના ભાજપના સદસ્ય ભરતભાઈ જેબલિયા વર્ષોથી ભાજપના એક વફાદાર સૈનિક જેવું કાર્ય ઉપરાંત આ પંથકના લોકોમાં જબરી લોકચાહના ધરાવે છે.

કાઠી ક્ષત્રિય સમાજમાંથી આવતાં ભરતભાઈ અઢારે જ્ઞાતિ સમાજના સુખ દુઃખમાં હોય તેથી નાનાં થી મોટેરાં સુધીમાં લોકપ્રિય છે તેમની આ વરણીથી જસદણ નગરપાલિકા પ્રમુખ  પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપારેલિયા કારોબારી ચેરમેન પ્રતિનિધિ જે ડી ઢોલરિયા જસદણ શહેર ભાજપ યુવા બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડ સહિતનાઓએ અભિનંદન પાઠવ્યા હતા.

નોંધનીય છે કે જસદણ નગરપાલિકા પ્રમુખની આ આઠમી સામાન્ય સભા હતી જેમાં દરેક સામાન્યસભામાં એકે એક સભ્યોએ હાજરી આપી પ્રમુખને સમર્થન આપતાં પ્રમુખ એ તમામનો આભાર માન્યો હતો.

(1:23 pm IST)