Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

સાવરકુંડલામાં દોઢ લાખનો દારૂ કબ્‍જે

અમરેલી,તા. ૧૪ : ભાવનગર રેન્‍જ આઇ.જી અશોક કુમારે ભાવનગર રેન્‍જના જિલ્લાઓમાંથી દારૂ જુગારની બદી દૂર કરવા પ્રોહી જૂગારના કેસો કરવા ભાવનગર રેન્‍જ હેઠળના જિલ્લાઓના પોલીસ સ્‍ટાફને સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહએ અમરેલી જિલ્લામાં દારૂ-જુગારની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા માર્ગદર્શન આપેલ હતું.

જે અન્‍વયે અમરેલી એલ.સી.બી.ના ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. આર.કે.કરમટા નાઓની રાહબરી નીચે અમરેલી એલ.સી.બી. ટીમે સાવરકુંડલા ટાઉન પો.સ્‍ટે. વિસ્‍તારમાં જેસર રોડ ઉપર આવેલ મહાદેવનગર સોસાયટીમાં ફોરવ્‍હિલ કારમાં રાખેલ વિદેશી દારૂનો જથ્‍થો સગેવગે થાય તે પહેલા જ રેઇડ કરી (૧) રઘુભાઇ કાળુભાઇ લોમા (ઉવ.૩૦) રહે. સાવરકુંડલા જેસર રોડ મહાદેવભાઇ સોસાયટી, (૨) શાંતીભાઇ વિક્રમભાઇ બોરીચા (ઉવ.૩૪) રહે. સાવરકુંડલા કલ્‍યાણ સોસાયટી મુળ રહે. લુવારા તા. સાવરકુંડલાને ઝડપી લીધા છે.

જો કે (૧) હરેશભાઇ દરબાર રહે. સાવરકુંડલા (૨) ભાવેશભાઇ જયંતીભાઇ ધાખડા રહે. સાવરકુંડલા (૩) નિમેશભાઇ ઉર્ફે વિજળી જીણાભાઇ વાડદોરીયા રહે.સાવરકુંડલા  (૪) ટીણાભાઇ રહે. મહુવા નાસી ગયા છે.

વિદેશી દારૂ (આઇએમએફએલ)ની અલગ અલગ બ્રાન્‍ડની ૭૫૦ મીલીની બોટર નંગ ૩૭૨ કિ.રૂા. ૧,૪૩,૫૨૦ તથા મોબાઇલ ફોન નંગ-૪, કિ.રૂા. ૧૧,૫૦૦ તથા મહિન્‍દ્રા સ્‍કોર્પિયો ફોર વ્‍હીલર કાર રજી નંબર જીજે-૦૧-એચડી-૬૦૫૯ કિં.રૂા. ૧,૫૦,૦૦ મળી કિ. રૂા. ૩,૦૫,૦૨૦ નો મુદ્‌ામાલ કબ્‍જે કરાયો છે. 

(1:23 pm IST)