Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

જુનાગઢ ‘આપ'ના નિખીલ લ્‍હેરૂને વિધાનસભા સંગઠન મંત્રીની જવાબદારી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૪  : આમ આદમી પાર્ટીના સક્રીય કાર્યકર અને બ્રહ્મ સમાજના અગ્રણી નિખીલભાઇ લ્‍હેરૂને સંગઠનની જવાબદારી સોંપવામાં આવેલ છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા તેમજ પ્રભારી ડો. સંદિપ પાઠક ચુંટણી પ્રભારી ગુલાબસિંહ દ્વારા નિખીલભાઇને જુનાગઢ વિધાનસભા સંગઠનમંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવેલ છે અને તેની કામગીરીમાં જોડાઇ જવા  સુચના આપવામાં આવેલ છે. 

(1:33 pm IST)