Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્‍ટ-અમરેલી દ્વારા ૧૩માં સમુહ લગ્નોત્‍સવને સફળ બનાવનાર સ્‍વયંસેવકોનો સન્‍માન સમારોહ યોજાયો

અમરેલીઃ લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્‍ટ આયોજિત ૧૩માં સમુહલગ્નોત્‍સવમાં સેવા આપનાર સ્‍વયંસેવકોનો સન્‍માન સમારોહ લેઉવા પટેલ સમાજના પ્રમુખ કાંતીભાઇ વઘાસિયાના અધ્‍યક્ષપદે તથા મેને.ટ્રસ્‍ટી ડી.કે.રૈયાણી, ઉપપ્રમુખ કાળુભાઇ ભંડેરી, ખોડલધામ કન્‍વીનર રમેશભાઇ કાથરોટીયા, કાળુભાઇ કાછડીયા, જિલ્લા સંઘના ચેરમેન મનીષ સંઘાણી, પરિવર્તન ટ્રસ્‍ટના પ્રમુખ શરદ ધાનાણી, કાળુભાઇ સુવાગીયા, વિપુલભાઇ દુધાતના મુખ્‍ય મહેમાન પદે યોજાયો હતો. સ્‍વયંસેવકોના સન્‍માન સમારોહમાં સમાજના રાજસ્‍વી રત્‍નો તથા પદાધિકારીઓના હસ્‍તે બસો સ્‍વયંસેવકોને સન્‍માનપત્ર આપીને સન્‍માન કરાયા હતા તથા પ્રમુખ કાંતીભાઇ વઘાસિયા મેને.ટ્રસ્‍ટી ડી.કે.રૈયાણી, મનિષ સંઘાણી, રમેશભાઇ કાથરોટીયા, શરદભાઇ ધનાણી વિ.એ. પ્રવચનમાં સ્‍વયંસેવકોની સેવાનિષ્‍ઠાને બિરદાવીને અભિનનંદ આપ્‍યા હતા. અતિથિ વિશેષ તરીકે દકુભાઇ ભુવા, પટેલવાડીના ટ્રસ્‍ટી  ડાયાભાઇ ગજેરા, રમેશભાઇ બાબરીયા, અરજણભાઇ કોરાટ, એસ.પી.જી.પ્રમુખ ભુપતભાઇ સાવલિયા વિ. ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમમાં બસો સ્‍વયંસેવકોની ટીમવાઇઝ નામાવલિ તથા સન્‍માન સંકલન સમાજના મંત્રી ભરતભાઇ બાવીશી તથા વાર્ષિક અહેવાલ ખજાનચી ભીખુભાઇ કાબરીયાએ રજુ કર્યો હતો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રાજુભાઇ માંગરોળિયા, નિમેષ બાંભરોલીયા, પંકજભાઇ ધાનાણી, જતીન સુખડીયા, ભરતભાઇ સાવલિયા, ગોપાલ કચ્‍છી, કૌશલ ભીમાણી, ઘનશ્‍યામભાઇ સોરઠીયા વિ.એ જહેમત ઉઠાવી હતી. આભારવિધિ ઉપપ્રમુખ હસમુખ પટલે તથા કાર્યક્રમનું સંચાલન સહમંત્રી હરેશભાઇ બાવીસીએ કર્યુ હતું

(1:36 pm IST)