Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

વિસાવદરના ભુતડી ગામે દારૂના જથ્‍થા સાથે ૫ ઝડપાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૪: રેન્‍જ આઇ.જી.પી. મનીન્‍દર પવાર તથા જુનાગઢ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટી સુચના મુજબ તથા જુનાગઢ નાયબ પોલીસ અધિક્ષક પી.જી.જાડેજા વિસાવદર પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી.

ત્‍યારે તુલશી મેઘજીભાઇ ચૌહાણ કોળી ઉ.વ.૨૫, મોહનભાઇ ઉર્ફે મુકેશભાઇ રામજીભાઇ જાલેરા કોળી ઉ.વ.૩૦, કીશનભાઇ ઉર્ફે ગની સુરેશભાઇ ઉર્ફે મામા ધામેચા કોળી ઉ.વ.૨૨, રહે.તમામ  લાલપુરગામ તા.વિસાવદર ઝડપાયા હતા. અનીરૂધ્‍ધ ભરતભાઇ બસીયા કાઠી, દરબાર ઉ.વ.૨૦ પુષ્‍પરાજ ઉમેશભાઇ વાળા, કાઠી દરબાર ઉ.વ.૨૪ રહે.બંને ભુતડીગામ તા.વિસાવદરની શોધખોળ શરૂ કરી છે.

પોલીસે વિદેશી દારૂની બોટલો નંગ-૬૪ કિ.રૂ.૨૫,૬૦૦/ મો.સા.નંગ-૨ કિ.રૂ.૨૮૦૦૦/, મો.ફોન-પ કી.રૂ.૧૧,૦૦૦/ મળી રૂ.૬૪,૬૦૦નો મુદામાલ જપ્‍ત કર્યો છે.

આ કામગીરી () એન.એ.શાહ તથા પો.કોન્‍સ પ્રવીણભાઇ કાનાભાઇ વાળા તથા પો.કોન્‍સ રાકેશભાઇ બાઉવેદભાઇ ડોબરીયા તથા પો.કોન્‍સ દીનેશભાઇ અરજણભાઇ કાછેલા તથા પો.કોન્‍સ જગદીશસિંહ હમીરભાઇ પરમાર તથા ડ્રા.પો.કોન્‍સ ભરતભાઇ નાજાભાઇ સીસોદીયા વિગેરે પોલીસ સ્‍ટાફએ આ ઉમદા કામગીરી કરેલ છે.

(1:37 pm IST)