Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

અમરેલીમાં અપહરણના બે આરોપી ‘લાલો' ઝડપાયા

 અમરેલી : સીટી પો.સ્‍ટે.ની. સર્વેલન્‍સ ટીમ દ્વારા અમરેલી સીટી પો.સ્‍ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૨૦૫૩૯/૨૦૨૨ આઇપીસી કલમ ૩૬૩,૩૬૬ તથા પોકસો એકટ કલમ ૧૮ મુજબના ગુન્‍હાના કામના આરોપીઓ તથા ભોગ બનનારને અમરેલી સીટી પો.સ્‍ટે. ખાતે લાવી આરોપીઓ (૧) મહેુલભાઇ ઉર્ફે લાલો દિનેશભાઇ છગનભાઇ જેઠવા (ઉવ.૨૫) ધંધો હિરા ઘસવાનો રહે. બીલડી બ્રાહ્મણ શેરી તા. મહુવા (૨) અશ્વીનભાઇ ઉર્ફે લાલો હિમ્‍મતભાઇ દેવજીભાઇ હીંગુ (ઉવ.૨૭) ધંધો હિરા ઘસવાનો રહે નવા આગરીયા શંકર મંદિર વાળી શેરી તા. રાજુલા સામે કાર્યવાહી કરી છે. આમ પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચના મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડેરીના માર્ગદર્શન મુજબ અમરેલી સીટી પો.સ્‍ટે.ના ઇ.ચા.પો.ઇન્‍સ. એમ.એ.મોરી તથા અમરેલી સીટી પો.સ્‍ટે.ની સર્વેલન્‍સ ટીમ દ્વારા આ કામગીરી કરવામં આવેલ છે.

(1:39 pm IST)