Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

ખંભાળિયા પાલિકા દ્વારા બાકી વેરા વસુલાત અંગે ફરી સીલીંગની કાર્યવાહી

ખંભાળીયા તા. ૧૪: પાલિકામાં સરકારની આઝાદી કા અમૃત મહોત્‍સવ યોજના અંતર્ગત ૧૦% એક વળતર તથા પાંચ ટકા ડીઝીટલ પેમેંટનું વળતર શરૂ કર્યું હોવા છતાં હજુ કેટલાક આસામીઓ પૈસા ભરવામાં ગલ્લા તલ્લા કરતા હોય ગઇકાલે પાલિકા હોદેદારો તથા ચીફ ઓફિસરશ્રી રઘજીભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ટેક્ષ વિભાગના જીતેશભાઇ મકવાણા તથા તેમની ટીમ દ્વારા શહેરના જુદા જુદા વિસ્‍તારોમાં ચાર મિલકતોને સીલ મારવાની કાર્યવાહી શરૂ કરતા તે પૈકીના બે આસામીઓએ સ્‍થળ પર જ બાકી રકમ ભરપાઇ કરતા તેમની મિલકત સીલ કરાઇ ન હતી બાકીની બે મિલ્‍કતો સીલ કરાઇ હતી.

હાલ ૩૦-૬-રર સુધી સરકારની યોજનામાં બાકી વેરાની ભરપાઇમાં ૧પ% રીબેટ મળતું હોય લોકોએ વેરાની સમયસર વસુલાત માટે અપીલ કરવામાં આવી છે. 

(1:53 pm IST)