Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

જૂનાગઢમાં મોબાઇલની દુકાનમાંથી દારૂ મળ્‍યો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ,તા. ૧૪ : જૂનાગઢમાં મોબાઇલ ફોનની દુકાનમાંથી પોલીસે ઇંગ્‍લીશ દારૂ પકડી પાડી એક શખ્‍સની ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે.

જૂનાગઢના દોલતપરા સ્‍થિત કઠોળ યાર્ડ સામે આવેલ મોબાઇલ ફોનની દુકાનમાં વિદેશી દારૂ સંતાડવામાં આવ્‍યો હોવાની બાતમી મળતા રાત્રે પોલીસે દરોડો પાડયો હતો.

પોલીસ આ કાર્યવાહીમાં દુકાન માલિક ભાવેશ નાનજીભાઇ દોંગાની ધરપકડ કરી હતી. અને રૂા. ૧૫,૬૦૦ની કિંમતનો વિદેશી દારૂ કબ્‍જે કર્યો હતો.

ભાવેશ દોંગાએ ઇંગ્‍લીશ દારૂ નવાઝખાન પઠાણ અને સંજય વિઠ્ઠલ સોલંકી પાસેથી મેળવ્‍યો હોવાનું ખુલતા પોલીસે તેની સામે પણ કાર્યવાહી કરી હતી.

(1:41 pm IST)