Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

જામનગરમાં ઈલેકટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૪: અહીં કાલાવડનાકા બહાર, મહારાજા સોસાયટી, હાપા રોડમાં રહેતા હનીફભાઈ કાસમભાઈ સોરઠીયા, ઉ.વ.૬ર એ સીટી ભએભ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૩-૬-ર૦રરના આ કામે મરણજનાર સરફરાજ હનીફભાઈ સોરઠીયા, ઉ.વ.૩૬ એ પોતાના ઘરે લાઈટ જતી રહેતા ફયુઝલાવી રીપેરીંગ કરતા હોય ત્‍યારે ઈલેકટ્રીક શોર્ટ લાગતા બેભાન જેવા થઈ ગયેલ અને સારવારમાં જી.જી.હોસ્‍પિટલમાં દાખલ કરતા ફરજ પરના ડોકટરે મરણ ગયેલાનું જાહેર કરેલ છે.

વિશાલ હોટલ પાછળ રહેણાક મકાનમાંથી ઈંગ્‍લીશ દારૂનો જથ્‍થો ઝડપાયો : આરોપી ફરાર

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં રાજશીભાઈ માડણભાઈ ડુવા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૩-૬-ર૦રરના વિશાલ હોટલ પાછળ, ધનંજય પાર્ક-૩માં આરોપી ભરતસિંહ દેવુભા જાડેજા પોતાના કબ્‍જા ભોગવટાના રહેણાક મકાનમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૧૮૮, કિંમત રૂ.૯૪,૦૦૦/- તથા ચપલા કુલ નંગ-૭પ જેની કિંમત રૂ.૭,પ૦૦/- મળી કુલ રૂ.૧,૦૧,પ૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.આરોપી ભરતસિંહ દેવુભા જાડેજા ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ન્‍યુ આરામ કોલોનીમાંથી ઈંગ્‍લીશ દારૂની પ૧ બોટલ ઝડપાઈ : આરોપી ફરાર

સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. હિતેન્‍દ્રસિંહ વનરાજસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૩-૬-ર૦રરના ખોડીયાર કોલોની, ન્‍યુઆરામ કોલોની શેરી નં.ર માં આરોપી શકિતસિંહ નવલસિંહ પરમાર એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્‍જાના રહેણાક મકાનમાં ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-પ૧, કિંમત રૂ.રપ,પ૦૦/ની રાખી ઝડપાઈ ગયેલ છે. આરોપી શકિતસિંહ નવલસિંહ પરમાર ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દાવલી ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. કુલદીપસિંહ ચંદુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૩-૬-ર૦રરના દાવલીગામે લાખાભાઈ ટપુભાઈ સાડમીયાના રહેણાક ઝુપડા પાસે આરોપી લાખાભાઈ ટપુભાઈ સાડમીયા, ગોવિંદભાઈ લાખાભાઈ સાડમીયા, કિશનભાઈ લાખાભાઈ સાડમીયા, દિલીપભાઈ ટપુભાઈ સાડમીયા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૩૪૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:42 pm IST)