Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

સલાયામાં જુગારના અખાડામાં બે ઝડપાયા

પોલીસને જોઇને એક શખ્‍સ મુર્છિત બની ગયો

ખંભાળિયા તા.૧૪ : તાલુકાના સલાયા ગામે સ્‍થાનિક પી.આઇ. અક્ષય પટેલ તથા સ્‍ટાફ દ્વારા કરવામાં આવેલી જુગાર અંગેની કાર્યવાહી દરમિયાન રાત્રીના આશરે સવા ત્રણ વાગ્‍યે જકાતનાકા વિસ્‍તારમાં રહેતો સલીમ કરીમ ભગાડ નામના શખ્‍સે પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી અને નાલ ઉઘરાવીને ચલાવતા જુગારના અખાડામાં પોલીસે દરોડો પાડયો હતો.

આ સ્‍થળેથી ઝહીર સાલેમામદ ભગાડ અને હુસેન ઇબ્રાહીમ રાજાણી નામના બે શખ્‍સો ઝડપાઇ ગયા હતા. આ દરોડામાં પોલીસે રૂપીયા ૧૧૮૩૦ રોકડા તથા રૂપીયા ૧૦પ૦૦ની કિંમતના ત્રણ નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયાર રર૩૩૦નો મુદામાલ કબજે કર્યો હતો.

પોલીસની આ કાર્યવાહી દરમિયાન સલીમ કરીમભાઇ ભગાડને ચકકર આવી જતાં તેને મુર્છિત હાલતમાં પોલીસ સ્‍ટાફ સાથે સલાયાના પ્રાથમીક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે સારવાર અર્થે મોકલી આપવામાં આવ્‍યો હતો. આ સમગ્ર બનાવની નોંધ સલાયા મરીન પોલીસ મથકમાં જુગાર ધારાની કલમ મુજબ કરવામાં આવી છે.

મીઠાપુરમાં જુગાર

રમતા પાંચ ઝડપાયા

મીઠાપુર ટાઉનશીપ વિસ્‍તારમાં બેસી અને જાહેરમાં  ગંજીપાતાના વડે તીનપતીનો જુગાર રમી રહેલા મુળ ઝારખંડ રાજયના જિલ્લાના વતની રમેશચંદ્ર રૂદસિંહ, લક્ષ્મણ અખલુસિંહ, નેપાળના મુળ વતની અને મીઠાપુરના સુપરવાઇઝર સાગર મોતીલાલ ગૌરાંગ, કર્ણાટકના બીદર જિલ્લાના મુળ વતની અમર તુલસીરામસિંહ અને ઝારખંડ રાજયના ગુમલા જિલ્લાના મુળ વતની અજીત બિલિયામ તપનો નામનો કુલ પાંચ શખ્‍સોને પોલીસે ઝડપી લઇકુલ રૂપિયા ૧૦૦૭૦નો મુદામાલ કબ્‍જેક રી જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધ્‍યો હતો.

(1:44 pm IST)