Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

ખંભાળીયા નજીક પુરપાટ જતા બાઇકની હડફેટે યુવાનનું મૃત્‍યુ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૧૪: ભાણવડ  ધોરીમાર્ગ પર અત્રેથી   ૧૧ કિલોમીટર દુર ચાલીને જઇ રહેલા મેસુરભાઇ સોમાભાઇ કરમુર નામના ૩૦ વર્ષના યુવાનને ગત તારીખ ૧૪ મીમેના રોજ આ માર્ગ પરથી પુરઝડપે અને બેફીકરાઇ પુર્વક જઇ રહેલા કલ્‍યાણપુર તાલુકાના હાબરડી ગામના રહીશ સુકાભાઇ ખુંટી નામના શખ્‍સે પોતાના મોટર સાયકલ સાથે અડફેટે લેતા મેસુરભાઇને માથામાં હેમરેજ સહીતની ગંભીર ઇજાઓ થતા તેમનું કરૂણ મૃત્‍યુ નિપજયું હતું. અકસ્‍માત સર્જી, આરોપી પોતાનું મોટર સાયકલ લઇને નાસી છુટયો હોવાનું પોલીસ ફરીયાદમાં જાહેર થયું છે.

આ સમગ્ર બનાવ અંગે મૃતકના મોટાભાઇ મુરૂભાઇ સોમાતભાઇ કરમુરની ફરીયાદ પરથી ખંભાળીયા પોલીસે બાઇક ચાલક એવા હાબરડી ગામના સુકાભાઇ ખુંટી સામે આઇપીસી કલમ ૧૭૯, ૩૦૪ (અ) તથા એમ.વી. એકટની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ અહીના પીએસઆઇ એમ.જે.સાગઠીયા દ્વારા હાથ ધરવામાં આવી છે. 

(1:44 pm IST)