Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

ખંભાળીયા નજીક બંધ ટ્રકના ચાલકની બેદરકારીથી ઇક્કો મોટર કારની ટક્કરમાં મુસાફરો ઘવાયા

ખંભાળીયા, તા., ૧૪: નજીકના હાઇવે માર્ગ પર અત્રેથી આશરે ચાર કિલોમીટર દુર રાજકોટ જીલ્‍લાના જામગઢ ખાતે રહેતા મનસુખભાઇ વસરાભાઇ વટુકીયા નામના ૪પ વર્ષના યુવાન તેમની જી.જે. ૩ એલ.એમ. ૪ર૬પ નંબરની ઇક્‍કક્કમો કાર લઇને જઇ રહયા હતા ત્‍યારે આ માર્ગ પર ચાલી રહેલા રોડના કામ વચ્‍ચે કોઇ પણ જાતની આડસ રાખ્‍યા વગર તેમજ સ્‍ટેન્‍ડ લાઇટ ચાલુ રાખ્‍યા વગર બંધ પડેલા જી.જે. ૧૦ એકસ ૭૬૧૬ નંબરના ટ્રક સાથે આ એક મોટર સાયકલ ધડાકાભેર અથડાઇ હતી.

આ અકસ્‍માતમાં ઇક્કો મોટર કારમાં જઇ રહેલા ભાણજીભાઇ જસમતભાઇ વાવડીયા તેમજ અન્‍ય એક યુવાન વનરાજભાઇ અને તેમના પુત્રને પણ નાની-મોટી ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્‍પીટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. આ અકસ્‍માત અંગે બેદરકારી દાખવવા સબબ મનસુખભાઇ વશરામભાઇની ફરીયાદ પરથી ખંભાળીયા પોલીસે ટ્રકના ચાલક સામે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધ્‍યો છે.

પીધેલા વાહનચાલકો

સામે કાર્યવાહી

ખંભાળીયામાં કે.જી.એન. સોસાયટી વિસ્‍તારમાં રહેતા જસવંત ખુમા કુઠાત નામના ર૭ વર્ષના શખ્‍સને પોલીસે અત્રે જામનગર હાઇવે પર દલવાડી હોટલ પાસેથી કેફી પીણુ પીધેલી હાલતમાં ડ્રાઇવીંગ લાયસન્‍સ વગર રૂપીયા સાડા છ લાખની બોલેરો પીકઅપ વાન લઇને નીકળતા ઝડપી લઇ જુદી જુદી કલમ મુજબ ગુનો  નોંધ્‍યો હતો.

કલ્‍યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા પરબત લાખા જમોડ નામના ૪૮ વર્ષના શખ્‍સને પોલીસે કેફી પીણુ પીધેલી હાલતમાં પેશન પ્રો. મોટરસાયકલ પર નિકળતા ઝડપી લીધો હતો. 

(1:51 pm IST)