Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

નાના ભૂલકાઓ સજીધજીને બાગનું ફુલ બન્‍યા

 જામ ખંભાળિયા : જિલ્લાની તમામ પ્રાથમિક તથા માધ્‍યમિક શાળાઓ આજથી પૂર્વવત રીતે શરૂ થઈ ગઈ છે. પ્‍લે સ્‍કૂલમાં જતા નાના ભૂલકાઓ માંડીને બોર્ડ સુધીના તમામ તરુણ વિદ્યાર્થીઓ સુધીની તમામ શાળાઓ આજથી શરૂ થઇ જતા આ સંકુલોમાં આનંદ કિલ્લોલ સાથેનું વાતાવરણ જોવા મળ્‍યું હતું. શાળામાં પ્રવેશ કરતા બાળકોને શિક્ષણ સ્‍ટાફ દ્વારા આવકારી અને ઉજવળ ભવિષ્‍ય માટે પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. જુદા-જુદા શૈક્ષણિક સંકુલોમાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક તથા પુષ્‍પ અર્પણ કરી અને શિક્ષણવિદોએ શુભકામનાઓ પાઠવી હતી. જિલ્લાની પ્રાથમિક, માધ્‍યમિક તથા ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ થાય તે માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પણ જરૂરી કામગીરી તથા વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.

(1:46 pm IST)