Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

જામનગર અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ઝાપટાથી માંડીને દોઢ ઇંચ વરસાદ

જામનગર : જામનગર શહેરમાં ગઇ કાલે બપોર બાદ વરસાદે આગમન કરતા શહેરના અનેક વિસ્‍તારમાં વરસાદી હેલી જોવા મળી હતી. નૈઋત્‍ય ચોમાસાની વિધિવત પધરામણી ગઇ કાલે જામનગર શહેરમાં થઇ હતી. રવિવારથી જ જામનગર જિલ્લાના અનેક ગ્રામ્‍ય વિસ્‍તારમાં વરસાદ વરસવાનું શરૂ થયું હતું પરંતુ છેલ્લા બે દિવસથી વિધિવત ચોમાસાનો પ્રારંભ થયો છે અને પોણા ઇંચથી માંડી દોઢ ઇંચ સુધીનો સર્વત્ર જિલ્લામાં વરસાદ થયો છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્‍વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(1:52 pm IST)