Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

જેતપુર નગરપાલિકા દ્વારા ૮.૯૩ કરોડના ખોટા બીલો બનાવી ભ્રષ્ટાચાર આચર્યાની રજુઆત કરાઇ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧૪: શહેરના સામાજીક કાર્યકર માધાભાઇ વેગડાએ તકેદારી આયોગ અધિકારીને ભ્રષ્ટાચાર અને કાર્યવાહી કરવાની રજુઆત કરતા જણાવેલ કે, જેતપુર, નવાગઢ નગરપાલિકાની હદમાં આવતા મોટાભાગના વિસ્તારોમાં સીસી તેમજ ડામર અને પેવરરોડ બની ગયેલ છે ઉપરાંત શહેરમાં ભૂર્ગભગટર કાર્યરત હોય છતા નગરપાલિકાની હદમાં આવતા વિસ્તારોમાં તા.૧/૧/ર૦ર૦ થી તા.૧૦/પ/ર૦રર દરમ્યાન મોરમ અને ગટર રીપેરીંગના ઓઠા હેઠળ રૂા.૮.૯૩.૬પ, ર૭ર ના ખોટા બીલો બનાવી મોટા પાયે ગેરરીતી આચરેલ હોય તેની તપાસ માટે શહેરના કયા કયા વિસતારોમાં કામો કરવામાં આવ્યા છે. કેટલા ફુટના કામો થયા છે. તેની તટસ્થ તપાસ માટે સમિતિ બનાવી અરજદારને સાથે રાખી સ્થળ તપાસ પંચરોજ કામ કરી ભ્રષ્ટાચાર સાબીત થાય તે મુજબ તમામ જવાબદારો સામે  તાત્કાલીક પગલા લેવામાં આવે.

વિશેષમાં જણાવવામાં આવ્યું હતું કે પાલિકાના રોડ રસ્તાઓ ગ્રાન્ટમાંથી કરવામાં આવે છે તો પછી કરોડોના બીલ કોણે પાસ કરાવ્યા તેની તાત્કાલીક તપાસ થાય તેવી માગણી કરવામાં આવેલ છે

(1:52 pm IST)