Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

પોરબંદરની સરકારી હોસ્પિટલની અગાસી ઉપરથી કુદકો મારીને આપઘાતનો પ્રયાસ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૧૪ : સરકારી હોસ્પિટલની અગાસી ઉપર જઇને આદિત્યાણાની દાદર સીમમાં રહેતા લખુ માલદે ખુંટીએ અગાસી ઉપર કુદકો મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સરકારી હોસ્પિટલની અગાસી ઉપરથીકુદકો મારતા લખુ માલદેને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડાયેલ છે. આદિત્યાણાના દાદર સીમમાં રહેતાલખુ માલદે ખુંટીને રસ્તા ઉપર ચાલવા પ્રશ્ને મનદુઃખથી એક શખ્સે માર મારેલ અને તેમને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરેલ હતો. તેમને માર મારને મારી નાખવાની ધમકી આપી હોય ધમકીથીડરી જઇને લખુ માલદેએ સરકારી હોસ્પિટલની અગાસીમાંથી કુદકો મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

(2:45 pm IST)