Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

મોરબીના નીચી માંડલ ગામ નજીક ખેતરમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી મૃતકની ઓળખ મેળવવા તજવીજ

મોરબી તાલુકાના નીચી માંડલ ગામમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના નીચી માંડલ નજીક આવેલ સેગા સીરામીક પાસે ખેતરમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ હોવાની માહિતી મળતા મોરબી તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી મૃતક અંદાજે ૪૦ વર્ષનો યુવાન હોય જેના જમણા હાથ પર અંગ્રેજીમાં મીના લખેલ છે યુવાનનું મોત ક્યા કારણોસર થયું તે હજુ સ્પષ્ટ થયું નથી જેથી તાલુકા પોલીસે મૃતકના વાલીવારસની શોધખોળ આદરી છે જેથી અજાણ્યા પુરુષ વિષે કોઈ માહિતી હોય તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નંબર ૦૨૮૨૨ ૨૪૨૫૯૨ અને તાલુકા પોલીસ મથકમાં જે પી વસિયાણી મોબાઈલ નંબર ૮૩૨૦૪ ૨૨૩૭૮ પર સંપર્ક કરવા પોલીસે અપીલ કરી છે.

(12:51 am IST)