Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

લાલપુરમાં પીપરતોડા -૨ાા, મોટા પાંચદેવડા -ધુનડામાં ૧ાા ઇંચ વરસાદ

જામનગર જીલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર યથાવત : જો કે જામનગર શહેરમાં હજુ વરસાદની રાહ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૧૪: જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટાથી માંડીને અઢી ઇંચ વરસાદ પડ્યો છે. છેલ્લા લાલપુરના પીપરતોડામાં અઢી ઇંચ, કાલાવડના મોટા પાંચ દેવડા અને જામજોધપુરના ધુનડામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે.

આજનું હવામાન ૩૬ મહતમ, ૨૭ લઘુતમ, ૯૧ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૬.૩ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

છેલ્લા ૨૪ કલાકમાં જોડીયા ૭ , જામજોધપુર ૧૨, લાલપુર ૧૦, કાલાવડમાં ૧૨મીમી વરસાદ પડ્યો હતો.

આ ઉપરાંત જામનગર જીલ્લાના વસઇ, લાખાબાવળ, ધુતારપુર, જોડિયાના હડીયાણા, ધ્રોલના લતીપુર, કાલાવડના ખરેડી, મોટા વડાળા, ભ.ભેરાજા, નવાગામમાં ઝાપટાથી અડધો ઇંભ વરસાદ પડ્યો છે.

જ્યારે જામજોધપુરના સમાણા, શેઠવડાળા, જામવાડી, વાંસજાળીયા, ધ્રાફા, પરડવા તથા લાલપુરના પડાણા, ભણગોર, મોટા ખડવા, મોડાપર, ડબાસંગમા, ઝાપટાથી પોણો ઇંચ વરસાદ પડ્યો છે.

જામનગર શહેરમાં લોકો સાર્વત્રિક વરસાદથી કાગડોળે રાહ જોઇ રહ્યા છે.

(11:30 am IST)